જામનગર જિલ્લા પંચાયતના સદસ્ય ના નાના ભાઈ નું હૃદય રોગ ના હુમલા માં મૃત્યુ થયું છે. જેથી પરિવારમાં ભારે ગમગીની છવાઈ છે.
જામનગરમાં નાની વયના લોકોમાં હાર્ટએટેકનું પ્રમાણ સતત વધી રહ્યું છે. જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના રોજીયા ગામના વતની અને જિલ્લા પંચાયતના સદસ્ય લખધીરસિંહ રતુભા જાડેજા ના નાનાભાઈ જયપાલસિંહ રતુભા જાડેજા (ઉ.વ. 47) નું ગત મંગળવારે હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું હતું.
તેવો લતીપુર ચોકડી પાસે કાર માં હતા ત્યારે તેમને છાતીમાં દુ:ખાવો શરૂૂ થતાં પ્રથમ લતીપુર આરોગ્ય કેન્દ્ર અને ત્યાર પછી ધ્રોલની સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા હતાં. જ્યાં તેમનું મૃત્યુ નિપજ્યું હોવાનું તબીબો એ જાહેર કર્યું હતું.
આ બનાવની જાણ થતાં જ તેમના મિત્રો, સગા-સંબંધીઓ, શુભેચ્છકો પણ દોડી ગયા હતાં. તેમના વતન રોજીયા ગામે જયપાલસિંહની અંતિમયાત્રા નીકળી હતી, જેમાં અનેક આગેવાનો સહિતનાઓ જોડાયા હતાં. ત્યારે વાતાવરણ ભારે શોકમગ્ન જોવા મળ્યું હતું.
