જામનગર ડેન્ટલ હોસ્પિ.માં ઉચાપત પ્રકરણમાં કર્મચારી પોલીસ સકંજામાં

જામનગરની સરકારી ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલમાં સામે આવેલા કરોડો રૂૂપિયાના ચેક કૌભાંડ પ્રકરણમાં પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી આરોપીની ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું છે.…

જામનગરની સરકારી ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલમાં સામે આવેલા કરોડો રૂૂપિયાના ચેક કૌભાંડ પ્રકરણમાં પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી આરોપીની ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે તપાસનો દોર ઝડપી બનાવ્યો છે.

મળતી માહિતી મુજબ નેશનલ હેલ્થ મિશન હેઠળ કોન્ટ્રાક્ટ આધારિત ફરજ બજાવતા શોભીત ગર્ગ સામે રોગી કલ્યાણ સમિતિના ખાતામાંથી 1.36 કરોડ જેટલી મોટી રકમ પોતાના વ્યક્તિગત ખાતામાં ટ્રાન્સફર કર્યાના આક્ષેપો સાથે ગુનો નોંધાયો હતો. ફરિયાદ બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી શરૂૂ કરી છે.

પોલીસ દ્વારા હાલ બેંકિંગ વ્યવહારો, ચેક ટ્રાન્ઝેક્શન તેમજ નાણાકીય દસ્તાવેજોની વિગતવાર તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તપાસ દરમિયાન અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી બહાર આવશે તો તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે તેવી માહિતી પોલીસ સૂત્રોમાંથી મળી રહી છે.

આ પ્રકરણની તપાસ ચલાવી રહેલા મહિલા પીએસઆઇ એમ.એમ. મહે

તા દ્વારા આરોપીને સાત દિવસની રિમાન્ડની માંગણી સાથે અદાલત સમક્ષ રજૂ કરવામાં આવી રહ્યો છે.
જામજોધપુર તાલુકાના પરડવા ગામે છ જુગારી ઝડપાયા
જામનગર જિલ્લાના જામજોધપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જાહેરમાં ગંજીપતાના પાનાં વડે જુગાર રમતા છ શખ્સોને પોલીસે ઝડપી પાડી તેમની પાસેથી રોકડ રકમ કબજે કરી ગુનો નોંધ્યો છે.પરડવા ગામની માધવાસીમ વિસ્તારમાં જગદીશભાઈ વલ્લભભાઈ કટારીયાની વાડી પાસે આવેલા લીંબડાના ઝાડ નીચે જાહેરમાં કેટલાક શખ્સો પૈસાની હારજીતનો જુગાર રમી રહ્યા હોવાની માહિતીના આધારે જામજોધપુર પોલીસ દ્વારા દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.એ દરમિયાન પોલીસે હરદાસભાઈ હરભમભાઈ ઓડેદરા, જીતેશભાઈ રાજાભાઈ ડવ, રમેશભાઈ મોહનભાઈ સોલંકી, સવજીભાઈ રૂૂડાભાઈ વિંઝુડા, રાજેશભાઈ ભીમાભાઈ ખાટરીયા તથા હરસુખભાઈ ભુરાભાઈ જલુને ઝડપી પાડ્યા હતા.રૂૂા. 38,500ની રોકડ રકમ તેમજ ગંજીપતાના પાનાં કબજે લેવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *