રાજકોટના લેઉવા પટેલ ક્ધયા છાત્રાલય ખાતે રહેતી મુળ જામ કંડોરણાના મેઘાવડ ગામની વતની એક યુવતિને ઓનલાઈન રોકાણ કરી ટાસ્ક પુરા કરવાના નામે છેતરપીંડી કરતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે.મળતી વિગતો મુજબ મુળ જામકંડોરણા તાલુકાના મેઘાવડ ગામની વતની અને હાલ રાજકોટના લેઉવા પટેલ ક્ધયા છાત્રાલયમાં રહેતી અને ખાનગીમાં નોકરી કરતી કૃપાલીબેન ભગવાનજીભાઈ પાલારા ઉ.વ.26ની ફરિયાદના આધારે સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ચાર આઈડી ધારકો અને એકાઉન્ટ ધારકો સામે ફરિયાદ નોંધાઈ છે.
કૃપાલીબેને ફરિયાદમાં જણાવ્યા મુજબ તે મુળ જામ કંડોરણાના મેઘાવડ ગામના વતની હોય અને રાજકોટમાં અભ્યાસ સાથે નોકરી પણ કરતા હોય અને લેઉવા પટેલ ક્ધયા છાત્રાલય ગોંડલ રોડ ચોકડી ખાતે રહે છે.
ગત એપ્રિલ મહિનામાં તેમના વોટ્સએપમાં એક મેસેજ આવ્યો હતો જેમાં મેસેજ કરનારે અલગ અલગ ટાસ્ક પુરા કરવાથી સારૂ વળતર મળશે તેમ જણાવ્યું હતું.કૃપાલિએ મેસેજ મોકલનાર સાથે વાતચીત કર્યા બાદ તેને મિયાગુપ્તા નામના એક ટેલિગ્રામ ગ્રુપમાં એડ કરવામાં આવી હતી.
કૃપાલીએ શરૂઆતમાં આ સાયબર ગઠિયાઓએ આપેલ ટાસ્ક પુરા કરતા વળતર આપ્યું હતું.
ત્યાર બાદ વધુ વળતરની લાલચ આપીને કૃપાલીને ટાસ્ક પુરા ક રવા માટે અન્ય લોભામણીસ્કીમ આપીને અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં તેમજ ગુગલપે મારફતે રૂા. 8.81 લાખ પડાવી લીધા હતાં.
આ મામલે કૃપાલીએ મોબાઈલ નંબર કે જેમાંથી મેસેજ આવ્યો હતો તે મોબાઈલ નંબર તથા આઈસીઆઈસી બેન્ક, ફેડરલ બેન્કના બે એકાઉન્ટ ધારકો અને ટેલીગ્રામના આઈડી ધારક સામે ફરિયાદ નોંધાવતા રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસ મથકના પીઆઈ એમ.એ. ઝણકાટ સાથે પીઆઈ ભગીરથસિંહ જાડેજા અને તેમની ટીમે આ ગઠિયાઓને પકડવા વધુ તપાસ શરૂ કરી છે.
