રાજ્ય ના પોલીસવડા ના પરીપત્રક પર ગુજરાત ભરમાં અસામાજિક તત્વો માથાભારે ઈસમો પર કડક કાર્યવાહી ની સુચન રૂૂપી આદેશ જારી કરવામાં આવ્યો છે. આ આદેશ નું પાલન કરવા જામકંડોરણા પોલીસ એકસન મોડમાં આવી છે. ગેરકાનુની રીતે ગોરખધંધા કરતા ગુંડા તત્વો અને પોતાના મગજમાં રાઈ ભરેલી હોય તેવા દાદાઓની દાદાગીરી માથાભારે શખ્શોની સાન ઠેકાણે લાવવા જામકંડોરણા ના પીઆઈ એમ.જી. ચૌહાણ પીએસઆઇ. કે. એસ ગરચર જામકંડોરણા પોલીસ ટીમ એકસન મોડ પર આવી છે.
જામકંડોરણા પંથકમાં અવારનવાર મિલ્કત સંબંધો શરીર સંબંધી, દારૂૂ અને જુગારમા પકડાયેલ ઈસમો નું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. જે અનુસંધાને જામકંડોરણા તાલુકાના નાના ભાદરા ગામે ગુન્હાહીત ઈતિહાસ ધરાવતો ભરત ઉર્ફે ભુરીયો ધીરુભાઈ મજેઠીયા જામકંડોરણા પોલીસ સ્ટેશન જેતપુર લોધીકા રાજકોટ કાપોદ્રા કામરેજ સહીત ના અલગ અલગ પોલીસ સ્ટેશન દારૂૂ જુગાર અને માથાકૂટ દસક જેટલાં ગુન્હા નોંધાયેલા છે. જામકંડોરણા મામલતદાર કચેરી દ્રારા ગુન્હાહિત ઈતિહાસ ધરાવતા ઈસમોના મકાન મિલ્કત દસ્તાવેજ વેરીફાય કરી ગેરકાયદેસર બાંધકામ ની નોટિસ આપવા આવી હતી આજરોજ નાના ભાદરાથી દુધીવદર જવાના રસ્તે ભરતભાઈ ઉર્ફે ભુરીયા 100 ચોરસવાર જમીન પર બેલાનુ ચણતર કરી જે મકાન અનધિકૃત બનાવેલ હતું તેને જામકંડોરણા પોલીસ અને મામલતદાર ની ટીમ સાથે મળીને જેસીબી ના મદદથી તોડી પાડવા આવ્યું છે.
