રૈયાધાર વિસ્તારમાં એસઓજીનો દરોડો 100 અને 200ના દરની જાલીનોટ સહિત 23 હજારનો મુદ્દામાલ કબજે
રાજકોટના રૈયાધાર મફતિયાપરા શીતલ પાર્ક પાસે ગૌશાળાની બાજુની ઓરડીમાં જાલીનોટ બનાવવાનું કારસ્તાન ચાલતું હોવાની બાતમીના આધારે એસઓજીએ દરોડો પાડી એક રીઢા ગુનેગારને 100 અને 200 ના દરની જાલીનોટ સહીત રૂૂ.23 હજારના મુદ્દામાલ સાથે દબોચી લીધો હતો. આ નોટ કોને કોને સપ્લાય કરી તે મામલે એસઓજીએ વધુ તપાસ શરૂૂ કરી છે.
મળતી વિગતો મુજબ રાજકોટના રૈયાધાર મફતિયાપરા શીતલ પાર્ક પાસે ગૌશાળાની બાજુની ઓરડીમાં જાલીનોટ બનાવવાનું કારસ્તાન ચાલતું હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી શીતલ પાર્ક પાસે ગૌશાળાની બાજુમાં રહેતો નૈતિક મહેન્દ્ર અગ્રાવત નામના રીઢા ગુનેગારને રૂૂ.23 હજારના મુદ્દામાલ સાથે દબોચી લીધો હતો. સ્થળ ઉપરથી 100 અને 200ના દરની 38 બનાવટી ચલણીનોટ તેમજ જાલીનોટ બનાવવાના 35 પેપર તથા એચ.પી. કંપનીનું પ્રિન્ટર, અ4 સાઈઝના કોરા કાગળનું પેકેટ તથા વીવો કંપનીનો મોબાઇલ સહિત કુલ રૂૂ.23 હજારના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. આરોપી સામે અગાઉ અપહરણ, દુષ્કર્મ, ચોરી સહિતના ગુના નોંધાયેલા હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.
પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા,અધિક પોલીસ કમિશ્નર ચૈતન્ય માંડલીક,ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા,એસીપી ક્રાઈમ ભરત બી. બસીયાની સુચનાથી એસઓજીના પી.આઈ એસ.એમ. જાડેજા, પીએસઆઈ વી.કે.ઝાલા તથા એ.એસ.આઇ. રાજેશભાઇ બાળા, વિરેન્દ્રસિંહ ઝાલા, અરૂૂણભાઇ બાંભણીયા, પો.હેડ. કોન્સ. સિધ્ધરાજસિંહ જાડેજા, ઉપેન્દ્રસિંહ ઝાલા, જયદીપસિંહ ચૌહાણ, મહાવીરસિંહ ઝાલા, તથા પો.કોન્સ. નિર્મળસિંહ ઝાલા મહીલા પોલીસ મોનાબેન બુસાએ કામગીરી કરી હતી.
