ધ્રાંગધ્રામાં બે સ્થળે દારૂના સ્ટેન્ડ ઉપર SMC દરોડા

જાહેરમાં દારૂ વેચતા અને લેવા આવેલા 8ની ધરપકડ, છ ફરાર ધ્રાંગધ્રામાં બે અલગ અલગ સ્થળોએ જાહેરમાં વિદેશી દારૂ વહેંચાતા હોવાની સ્ટેટ મોનીટરીંગ સેલને મળેલી ચોક્કસ…

જાહેરમાં દારૂ વેચતા અને લેવા આવેલા 8ની ધરપકડ, છ ફરાર

ધ્રાંગધ્રામાં બે અલગ અલગ સ્થળોએ જાહેરમાં વિદેશી દારૂ વહેંચાતા હોવાની સ્ટેટ મોનીટરીંગ સેલને મળેલી ચોક્કસ માહિતીના આધારે ધ્રાંગધ્રામાં ચાલતા વિદેશી દારૂના બે સ્ટેન્ડ ઉપર સ્ટેટમોનીટરીંગ ટીમની બે ટીમો ત્રાંટકી હતી. આ બન્ને દરોડામાં 66 બોટલ વિદેશી દારૂ સાથે દારૂ વહેંચનાર અને દારૂ ખરીદવા આવેલા 8 ની ધરપકડ કરી હતી જ્યારે છ શખ્સો ફરાર થઈ ગયા હતાં.

પ્રથમ દરોડામાં ધ્રાંગધ્રાના કોંઢ રોડ ઉપર નરસી પરામાં દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાંથી 41 બોટલ વિદેશી દારૂ સાથે દારૂ વહેંચનાર વસીમ મહેબુબ શેખ અને નયન હરજીભાઈ ચૌહાણની ધરપકડ કરી હતી. આ દારૂનું સ્ટેન્ડ હળવદ રોડ પર રહેતો નિતિન મથુરભાઈ પરમાર અને તેનો ભાગીદાર સંજય હરજી ચૌહાણ ચલાવતો હોવાનું ખુલ્યું હતું તેમજ તેની સાથે રવિ જગદીશ ચૌહાણની સંડોવણી પણ બહાર આવી હતી. એસએમસીની ટીમે રૂા. 2.37 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

બીજાદરોડામાં ધ્રાંગધ્રાના મોચીવાડ ઠાકોરસમાજની વાડી પાસે પાડેલા દરોડામાં 15 બોટલ વિદેશી દારૂ કબ્જે કરવામાં આવ્યો હતો. આ દરોડામાં સ્ટેન્ડ ચલાવનાર યાકુબ જુમા માણેક તથા મુસ્તાક વસીમ રમઝાન સાથે દારૂ ખરીદવા આવેલા યશપાલસિંહ મહિપતસિંહ ઝાલા, નરેન્દ્રસિંહ હરપાલસિંહ પરમાર, જસમત છગનભાઈ સોલંકી અને હાર્દિક ભરતભાઈ પરમારની ધરપકડ કરવામાં આવી હતી. પુછપરછમાં આ દારૂનું સ્ટેન્ડ ચલાવનાર સુત્રોધાર અજ્જુ જુમા માણેક અને બિચ્છુખાન તથા સપલાયર તરીકે જીજે 13 બીએચ 5786 સ્કૂટરનો ચાલકને ફરાર જાહેર કરવામાં આવ્યા છે.

સ્ટેટ મોનીટરીંગ સેલના ડીઆઈજી નિર્લિપ્તરાય અને ડિવાયએસપી કે.ટી. કામરિયાની સુચના અને માર્ગદર્શન હેઠળ સ્ટેટ મોનીટરીંગ સેલના પીએસઆઈ એસ.વી. ગરચર તથા પીઆઈ આર.કે. કરમટા અને તેમની ટીમે કામગીરી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *