વડોદરામાં AK-47 સાથે જૈશ-એ-મોહમ્મદનો આતંકી ઝડપાયો, ATSએ કર્યા ચોંકાવનારા ખુલાસા

  ગુજરાતમાં આતંકી હુમલાના એક મોટા ષડયંત્રનો ગુજરાત ATSએ પર્દાફાશ કર્યો છે. વડોદરાના એરફોર્સ સ્ટેશનને નિશાન બનાવવાના ઇરાદા સાથે ગુજરાતમાં આવેલા જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા એક…

 

ગુજરાતમાં આતંકી હુમલાના એક મોટા ષડયંત્રનો ગુજરાત ATSએ પર્દાફાશ કર્યો છે. વડોદરાના એરફોર્સ સ્ટેશનને નિશાન બનાવવાના ઇરાદા સાથે ગુજરાતમાં આવેલા જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા એક શખ્સને ATSએ પંચમહાલના હાલોલ પાસેથી ઝડપી પાડ્યો છે. ઝડપાયેલા શખ્સની ઓળખ આસામના કરીમગંજના રહેવાસી મોહમ્મદ શેહરુલ ઈસ્લામ તરીકે થઈ છે.

ATSની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી છેલ્લા એક વર્ષથી પાકિસ્તાન સ્થિત જૈશ-એ-મોહમ્મદના હેન્ડલરના સંપર્કમાં હતો… એટલું જ નહીં, વડોદરા એરફોર્સ સ્ટેશન પર હુમલાનું કાવતરું ઘડ્યું હોવાની પણ ચોંકાવનારી વિગતો સામે આવી છે… આરોપીના મોબાઈલમાંથી એરફોર્સ સ્ટેશનના ફોટા અને વીડિયો મળી આવ્યા છે… સાથે જ એરફોર્સ સ્ટેશનના ગેટ પાસે રેકી કરી હોવાનો પણ ખુલાસો થયો છે…

તપાસમાં વધુમાં સામે આવ્યું છે કે, આરોપીએ દાહોદમાંથી AK-47 રાઈફલ મેળવી હતી અને વિવિધ વીડિયો જોઈને રાઈફલ ચલાવવાની તાલીમ પણ લીધી હતી… પાકિસ્તાની હેન્ડલર દ્વારા મોબાઈલ ખરીદવા માટે ઓનલાઈન 50 હજાર રૂપિયા મોકલવામાં આવ્યા હોવાની વિગતો પણ ATSએ જણાવી છે…

ગુજરાત ATSને મળેલી બાતમીના આધારે આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી હતી.ATSના DYSP હર્ષ ઉપાધ્યાયને મળેલી બાતમી બાદ તપાસ હાથ ધરાઈ હતી. આરોપી વડોદરા રેલવે સ્ટેશન નજીક આવેલી મિલન હોટલમાં રોકાયો હતો, જોકે ATSની ટીમ ત્યાં પહોંચે તે પહેલાં જ તે ફરાર થઈ ગયો હતો.ત્યારબાદ ટેકનિકલ સર્વેલન્સના આધારે તેની હિલચાલ પર નજર રાખવામાં આવી હતી…

આખરે દાહોદથી વડોદરા પરત ફરી રહેલા આરોપીને હાલોલ નજીકથી ઝડપી પાડવામાં આવ્યો હતો આરોપીના મોબાઈલમાંથી જૈશ-એ-મોહમ્મદનું સાહિત્ય પણ મળી આવ્યું હોવાનું ATSએ જણાવ્યું છે.

ગુજરાત ATSની પ્રાથમિક તપાસમાં મોહમ્મદ શેહરુલ ઈસ્લામમ આસામના કરીમ જિલ્લાનો વતની છે. તે આસામથી ભોપાલ અને ભોપાલથી બસમાં વડોદરા આવ્યો હતો.

હાલમાં ગુજરાત ATS દ્વારા આરોપીની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે… આ કાવતરામાં અન્ય કોઈ વ્યક્તિઓ સંડોવાયેલા છે કે કેમ અને પાકિસ્તાની હેન્ડલર સાથે તેના સંપર્ક અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *