કેનેડાની ટીમમાં સૌથી વધુ 11નો સમાવેશ
ટી20 વર્લ્ડ કપની શરૂૂઆત થઈ ચૂકી છે. બીજી બાજુ, ખૂબ જ રસપ્રદ વાત એ છે કે, ટી20 વર્લ્ડ કપમાં ભાગ લેનારી ટીમોમાં કુલ 40 જેટલા ખેલાડીઓ એવા છે, જે મૂળ ભારતીય છે.
એક ટીમમાં તો 11 ખેલાડીઓ મૂળ ભારતીય છે. હાલ કેનેડા-11, અમેરિકા-9, ઓમાન-7, યુએઈ-7, ન્યૂઝીલેન્ડ-2, દક્ષિણ આફ્રીકા-1, વેસ્ટ ઇન્ડીઝ-1, ઇટલી-1, નેધરલેન્ડ-1 ભારતીય ખેલાડી સામેલ છે. કેનેડાની ટીમમાં ભારતીય મૂળના ખેલાડીઓમાં દીલપ્રીત બાજવા (કેપ્ટન), અંશ પટેલ, અજયવીર હુંડલ, હર્ષ ઠાકર, કંવરપાલ તાથગુર, જસકરણદીપ બુટ્ટર, શિવમ શર્મા, નવનીત ઘાલીવાલ, રવિન્દરપાલ સિંહ, શ્રૈયસ મોવા, યુવરાજ સમરા. અમેરિકાની ટીમમાં ભારતીય મૂળના ખેલાડીઓમાં મોનાંક પટેલ (કેપ્ટન), જેસી સિંહ, મિલિંદ કુમાર, નોસ્થુષ કેનઝિગે, સાઇતેજા મુક્કમાલા, સંજય કૃષ્ણમૂર્તિ, હરમીતસિંહ, સૌરભ નેત્રવલકર, શુભમ રંજાને. ઓમાનની ટીમમાં ભારતીય મૂળના ખેલાડીઓમાં જતિન્દરસિંહ (કેપ્ટન), વિનાયક શુક્લા, કરણ સોનાવલે, જય ઓડેડરા, આશીષ ઓડેડરા, વસીમ અલી, જિતેન રામાનંદી. યુએઇની ટીમમાં ભારતીય મૂળના ખેલાડીઓમાં અલીશાન શરાફુ, આર્યશ શર્મા, ધ્રુવ પરાશર, હર્ષિત કૌશિક, મયંક કુમાર, સિમરનજીતસિંહ, સોહેબ ખાન. ન્યૂઝીલેન્ડની ટીમમાં ભારતીય મૂળના ખેલાડીઓમાં ઇશ સોઢી, રચિન રવિન્દ્ર. જ્યારે સાઉથ આફ્રિકા ની ટીમમાં કેશવ મહારાજ પણ સામેલ છે.
