સાથે સુવા દબાણ કરી ધમકી આપી, કોચ અંકુશ ભારદ્વાજ સસ્પેન્ડ
રમતગમત ક્ષેત્રમાંથી એવા સમાચાર સામે આવ્યા છે જેણે બધાને શરમમાં મૂકી દીધા છે. રાષ્ટ્રીય પિસ્તોલ કોચ અંકુશ ભારદ્વાજ પર 17 વર્ષની રાષ્ટ્રીય સ્તરની મહિલા શૂટર પર જાતીય હુમલો કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. મામલા ની ગંભીરતા જોતા, પોલીસે આરોપી કોચ સામે POCSO એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે. વધુમાં, નેશનલ રાઇફલ એસોસિએશન ઓફ ઇન્ડિયા (NRAI) એ મામલા ની ગંભીરતા ને ધ્યાનમાં રાખીને અંકુશ ભારદ્વાજ ને સસ્પેન્ડ કરી દીધા છે. ગત મંગળવારે 17 વર્ષીય રાષ્ટ્રીય મહિલા શૂટરના પરિવારે રાષ્ટ્રીય શૂટિંગ કોચ અંકુશ ભારદ્વાજ સામે FIRનોંધાવી હતી.
FIRમુજબ, આ ઘટના નવી દિલ્હીના ડો. કરણી સિંહ શૂટિંગ રેન્જમાં રાષ્ટ્રીય સ્તરની શૂટિંગ સ્પર્ધા દરમિયાન બની હતી. ફરિયાદમાં જણાવાયું છે કે કોચે 17 વર્ષીય મહિલા શૂટરને રમત વિશે ચર્ચા કરવાના બહાને ફરીદાબાદની એક હોટલમાં લલચાવી હતી. શરૂૂઆતમાં, તેણે તેણીને હોટલની લોબીમાં મળવા કહ્યું, પરંતુ પછી તેણીને તેના રૂૂમમાં દબાણ કર્યું અને તેણીને સાથે સુવા જણાવ્યું હતું.
વધુમાં એવો આરોપ છે કે કોચે તેણીની કારકિર્દી બરબાદ કરવાની અને જો તેણી આ ઘટના વિશે કોઈને કહેશે તો તેના પરિવારને નુકસાન પહોંચાડવાની ધમકી આપી હતી. ખેલાડી આઘાતની સ્થિતિમાં હોટેલ છોડીને ગઈ હતી અને બાદમાં તેના પરિવારને તેના વિશે જણાવ્યું હતું. ત્યારબાદ, પરિવારે સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
આ દરમિયાન, નેશનલ રાઇફલ એસોસિએશન (NRAI) ના સેક્રેટરી પવન કુમાર સિંહે સ્પષ્ટપણે જણાવ્યું છે કે જ્યાં સુધી તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી કોચ અંકુશ ભારદ્વાજ સસ્પેન્ડ રહેશે અને તેમને કોઈ કામ આપવામાં આવશે નહીં. મામલાનું ગંભીરતા જોતાં, અમે હોટલ વહીવટીતંત્રને ઘટનાના દિવસના તમામ CCTV કેમેરા ફૂટેજ તાત્કાલિક શેર કરવા જણાવ્યું છે જેથી સગીર છોકરીના આરોપોની ચકાસણી કરી શકાય.
