T-20 વર્લ્ડ કપ, રોમાંચક મેચમાં માત્ર 4 રને નેપાળની ઈંગ્લેન્ડ સામે હાર

T-20 વર્લ્ડ કપ 2026ની પાંચમી મેચમાં નેપાળની ટીમ ઐતિહાસિક જીતથી માત્ર 4 રન દૂર રહી ગઈ. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં નેપાળે ઈંગ્લેન્ડ જેવી મજબૂત ટીમને જોરદાર…

T-20 વર્લ્ડ કપ 2026ની પાંચમી મેચમાં નેપાળની ટીમ ઐતિહાસિક જીતથી માત્ર 4 રન દૂર રહી ગઈ. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં નેપાળે ઈંગ્લેન્ડ જેવી મજબૂત ટીમને જોરદાર ટક્કર આપી. આ મેચ છેલ્લા બોલ સુધી ચાલી જ્યાં ઈંગ્લેન્ડ જીતી ગયું અને 2 મહત્વપૂર્ણ પોઈન્ટ મેળવ્યા. પ્રથમ બેટિંગ કરતા ઇંગ્લેન્ડે 20 ઓવરમાં 184 રન બનાવ્યા હતા. જેના જવાબમાં નેપાળે 180 રન જ બનાવી શક્યું અને જીતની ખૂબ નજીક પહોંચ્યા પછી હારી ગયું.

આ મેચમાં ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો અને 20 ઓવરમાં 7 વિકેટે 184 રન બનાવ્યા. આ દરમિયાન, જેકબ બેથેલે 35 બોલમાં 55 રન અને કેપ્ટન હેરી બ્રુકે 32 બોલમાં 53 રનની શાનદાર ઇનિંગ રમી. વિલ જેક્સે પણ અણનમ 39 રન બનાવીને ટીમને આ સ્કોર સુધી પહોંચાડી દીધી. નેપાળ તરફથી દિપેન્દ્ર સિંહ એરી અને નંદન યાદવે 2-2 વિકેટ લીધી. શેર મલ્લા અને સંદીપ લામિછાનેએ 1-1 વિકેટ લીધી.
લક્ષ્યનો પીછો કરવા માટે નેપાળે મજબૂત શરૂૂઆત કરી. કુશલ ભુર્તેલે 29 રન અને દીપેન્દ્ર સિંહ એરીએ 44 રન બનાવીને ઈંગ્લેન્ડ પર દબાણ બનાવ્યું. ત્યારબાદ કેપ્ટન રોહિત પૌડેલે 39 રન બનાવીને ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી. ત્યારબાદ લોકેશ બામે 20 બોલમાં અણનમ 39 રન બનાવ્યા પરંતુ ટીમને જીત અપાવી શક્યા નહીં. નેપાળની ટીમ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને માત્ર 180 રન જ બનાવી શકી અને મેચ માત્ર 4 રનથી હારી ગઈ. પરંતુ નેપાળની બેટિંગ અને બોલિંગે બધાને આશ્ચર્યચકિત કરી દીધા.

આ મેચની છેલ્લી 3 ઓવર ખૂબ જ રોમાંચક હતી. નેપાળને જીતવા માટે 48 રનની જરૂૂર હતી. પરંતુ લોકેશ બામની વિસ્ફોટક બેટિંગે બધાને આશ્ચર્યચકિત કરી દીધા. નેપાળની ટીમે 18મી ઓવરમાં 22 રન બનાવીને પોતાની આશાઓ વધારી દીધી. ત્યારબાદ ટીમે 19મી ઓવરમાં પણ 14 રન બનાવ્યા. જેના કારણે ઇંગ્લેન્ડ પાસે છેલ્લી ઓવરમાં બચાવ માટે ફક્ત 10 રન બાકી હતા. પરંતુ સેમ કુરનએ શાનદાર બોલિંગ કરી અને માત્ર 5 રન આપ્યા, જેના કારણે ઈંગ્લેન્ડની ટીમ જીત નોંધાવવામાં સફળ રહી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *