ઘાંચીવાડના કુખ્યાત શખ્સને જસદણના શખ્સે હથિયાર આપ્યાનું ખુલ્યું

શહેરમાં ગેરકાયદેસર હથિયારો ધરાવતા અસામાજિક તત્વો સામે પોલીસે લાલ આંખ કરી ગેરકાયદેસર હથિયાર રખતા શખ્સો સામે ક્રાઈમ બ્રાંચે કાર્યવાહી શરૂૂ કરી છે. ત્યારે ક્રાઈમ બ્રાંચે…

શહેરમાં ગેરકાયદેસર હથિયારો ધરાવતા અસામાજિક તત્વો સામે પોલીસે લાલ આંખ કરી ગેરકાયદેસર હથિયાર રખતા શખ્સો સામે ક્રાઈમ બ્રાંચે કાર્યવાહી શરૂૂ કરી છે. ત્યારે ક્રાઈમ બ્રાંચે સપાટો બોલાવી ત્રણ ગેરકાયદેસર હથિયારો અને 8 જીવતા કારતૂસ સાથે બે શખ્સોને ઝડપી લીધા બાદ વધુ એક શખ્સને હથિયાર સાથે ઝડપી લીધા બાદ તેણે હથિયાર સપ્લાય કરનાર જસદણ ના સપ્લાયરનું નામ ખુલ્યું છે.

સૌરાષ્ટ્ર અને રાજકોટ શહેરમાં ગેરકાયદેસર હથિયારો ઘુસાડતા અને વેચતા નેટવર્ક સામે પીસીબી બાદ ક્રાઈમ બ્રાંચે લાલ આંખ કરી ગેરકાયદેસર હથિયારોના કેસમાં પકડાયેલા ગુનેગારોનું સઘન ચેકિંગ કરી શહેરમાં ગેરકાયદેસર હથિયારો ઘુસાડતા તત્વોની માહિતી મેળવીને ક્રાઈમ બ્રાંચની ટીમે આવા ગુનેગારો ઉપર પ્રહાર કરી ક્રાઈમ બ્રાંચની અલગ-અલગ ટીમોએ દરોડા પાડ્યા હતા જેમાં રહીમ ઉર્ફે જામનગરી સીદીક સાંધ (ઉ.વ. 50)ને વાવડી નજીક રસુલપરા રોડ પરથી દેશી બનાવટની પિસ્તોલ અને તમંચો તેમજ કારતૂસ સાથે અને દૂધસાગર રોડ, મનહર સોસાયટીમાં રહેતો અને ભંગારનો ડેલો ધરાવતા વસીમ ઉર્ફે શાહબાઝ હબીબ કુરેશી (ઉ.વ. 37)ને પિસ્તોલ અને 2 જીવતા કારતૂસ સાથે ઝડપી લીધા બાદ ઘાંચીવાડ વિસ્તારમાંથી નામચીન અરબાઝ અલ્તાફભાઈ દોઢીયાને દેશી પીસ્તોલ અને કારતુસ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. ઝડપાયેલ આરોપી અરબાઝ દોઢીયા અગાઉ પણ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંકળાયેલો છે. તેની સામે રાજકોટ શહેરના એ-ડિવિઝન પોલીસ સ્ટેશન તેમજ થોરાળા પોલીસ સ્ટેશનમાં પણ વિવિધ કલમો હેઠળ ગુનાઓ નોંધાઈ ચૂકેલા છે. ગુજસીટોક હેઠળ જેલ હવાલે કરેલી કુખ્યાત ઓડિયા ગેંગ સાથે ચાલતી દુશ્મનાવટને કારણે અરબાઝે આ હથિયાર જસદણના ઘુઘા નામના કુખ્યાત શખ્સે આપ્યું હોવાનું ખુલ્યું છે.

પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશનર ચૈતન્ય મંડલીક, ડીસીપી (ક્રાઇમ) જગદીશ બાંગરવા,એસીપી (ક્રાઇમ) ભરત બી. બસીયાની સૂચના અને માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાંચના પી.આઈ એ.એસ. ચાવડા, એમ.એલ.ડામોર, સી.એચ.જાદવ સાથે પીએસઆઈ વી.ડી.ડોડીયા ,એ.એસ.આઈ. અમીતભાઇ અગ્રાવત, દિગ્પાલસિંહ જાડેજા, મહેશભાઈ સોલંકી , દિપકભાઈ ચૌહાણ, ધારાભાઈ વાનરીયા, જયરાજભાઇ કોટીલા, રાજેશભાઇ જળુ, પ્રદિપસિંહ જાડેજા, રાહુલભાઈ ગોહેલ, સંજયભાઇ રૂૂપાપરા , રાજેશભાઈ પટેલ દ્વારા કામગીરી કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *