ગોંડલ સંપ્રદાયના પૂજ્ય ધીરજમુનિ મ.સા એ ‘ગુજરાત મિરર’ કાર્યાલયની મુલાકાત લઈ પહેલગામ હુમલો, ધર્મનિષ્ઠા, દેશદાઝ, યુવાઓનું કર્તવ્ય, જૈન સાધુ પર થતાં હુમલા તેમજ તાજેતરમાં દિગંબર મંદિરને તોડી પડાયું વગેરે સાંપ્રત ઘટનાઓ વિશે ચર્ચા કરી
નીતિમત્તાની ધાર ઉપર કલમ ચલાવવાની છે: સત્ય-નીતિમત્તાનું ધોરણ હશે તો દુનિયા યાદ કરશે. લોકો લેવલ યાદ રાખશે લેબલ નહીં: ધીરજમુનિ મ.સા
ગોંડલ સંપ્રદાયના પૂજ્ય ધીરજ મુનિ મ.સા એ આજ રોજ ગુજરાત મિરર કાર્યાલયે પધરામણી કરી હતી. કાર્યાલયના વિવિધ વિભાગોની મુલાકાત લઈને મીડિયાની કામગીરી વિશે માહિતી મેળવી હતી. ગુજરાત મીરરના ઓનર અને એડિટર સંજયભાઈ પટેલ,કમલનયન ભાઈ સોજીત્રા પરેશભાઈ ગજેરા તેમજ સંજયભાઈ લુણાગરિયા સહિત સર્વેએ વંદન કરી પૂ.ધીરજ મુનિ મ.સાને આવકાર્યા હતા.
પૂજ્ય ધીરજ મુનિ મ.સા એ વર્તમાન સમયના પહેલગામ હુમલો, ધર્મનિષ્ઠા,દેશદાઝ, યુવાઓનું કર્તવ્ય, જૈન સાધુ પર થતાં હુમલા,તેમજ તાજેતરમાં દિગંબર મંદિરને તોડી પડાયું વગેરે સાંપ્રત ઘટનાઓ વિશે ચર્ચા કરી હતી.
કાશ્મીરની ઘટના અંગે તેઓએ જણાવ્યું હતુ કે, ધર્મ જેમાં માત્ર પરમ સર્વોપરી છે.નિમિત ગમે તે હોય પરંતુ મહાવીર સ્વામીએ નીતિ ઉપર ભાર મુક્યો છે.
નીતિને વળગી રહેવું એ અહિંસા છે.મનુ : સ્મૃતિમાં ઉલ્લેખ છે કે અસી,મસી અને કૃષિ એટલે કે તલવાર,કલમ અને ખેતીવાડી દરેકમાં જ્યાં જરૂૂર પડે ત્યાં સામ, દામ, દંડ,ભેદથી કામ લેવું પડે.કાશ્મીર ઘટનામાં તમારો જે કોઈ મત હોય પરંતુ રાષ્ટ્રનીતિ પ્રમાણે ઉકેલ લાવવો પડે.ન્યાય અપાવવાનું સરકારનું કર્તવ્ય છે.હાલ વિપક્ષ પણ એક બની ગયો છે ત્યારે આકાશ પાતાળ એક કરીને પગલાં લેવા જરૂૂરી છે.
અર્થતંત્ર વિશે ગુરુદેવે જણાવ્યું હતું કે અર્થતંત્ર કોઈ પણ દેશની કરોડરજ્જુ છે.તેના વગર સમાજ,સરકાર કે ઘર ચાલી શકતું નથી.કોઈ દેશની ઇકોનોમી નબળી પડે તો જ તે દેશ ઘૂંટણિયે પડે છે. અર્થ તંત્રની સાથે લોકતંત્ર પણ મજબૂત હોવું જરૂૂરી છે.જે કામ કોઈ ન કરી શકે તે પ્રજા કરી શકે.ધર્મગુરુઓની મર્યાદા આવી જતી હોય છે પરંતુ દરેક માટે રાષ્ટ્રધર્મ ,રાષ્ટ્રપ્રેમ સર્વોપરી હોવો જરૂૂરી છે.રાષ્ટ્ર પ્રેમ જગવો જોઈએ એવો જાગતો નથી. જુવાળ ઉભો થાય તો કોઈ વ્યક્તિની જરૂૂર નથી. માણસમાં ઝુંબેશ અને જુવાળનો અભાવ છે.ધર્મ જ્યાં નિષ્પક્ષતા નથી,નીડરતા નથી, નિર્લેપતા નથી અને તેના કારણે જ યેન કેન પ્રકારે સ્વાર્થ ભાગ ભજવી જાય છે.યુવાઓ અને ધર્મ વિશે વાત કરતા તેઓએ જણાવ્યું કે દેશમાં સત્તા સર્વોપરી હોય છે છતાં તેનો આધાર ધાર્મિકતા પર હોય છે.ભારત પાસે ધર્મ છે પણ ઝનૂન નથી.ભારત પાસે વિશ્વનું સૌથી વધુ યુવાધન છે.આજે ઘેર બેઠા બધી જ માહિતી પ્રાપ્ત છે ત્યારે બાળક થઈ લઈને દરેક વ્યક્તિ કોઈ પણ વિષયની ચર્ચા કરી શકે છે પરંતુ દેશદાઝ અને દેશ પ્રેમનો અભાવ લાગે છે.
મીડિયાની કામગીરી ‘શુભે યથા શક્તિ પ્રયત્ન’
મીડિયાની કામગીરી વિશે વાત કરતા તેઓએ જણાવ્યું કે શુભે યથા શક્તિ પ્રયત્ન એટલે પોતાના પ્રયત્નોથી જેટલું શુભ થાય તેટલું કરવું જોઈએ.ડ્યુટી ઈઝ બ્યુટી…નીતિમત્તા ની ધાર ઉપર કલમ ચલાવવાની છે. પ્રયત્ન તમારો છે પણ પુરુષાર્થ પ્રજાએ કરવાનો છે. મીડિયાનું કામ કોઈ પણ ઘટનાને ઉજાગર કરવાનું છે.સત્યની રજુઆત જરૂૂરી છે.નીતિમત્તાનું ધોરણ હશે તો દુનિયા યાદ કરશે.લેવલ તમને ઊંચાઈ પર લઇ જશે લેબલ નહીં.
