800 થી વધુ પોલીસ કર્મચારીઓ દ્વારા 137 વાહનો સાથે ચાંપતો બંદોબસ્ત રખાશે
રોમિયો તત્વોને કાબૂમાં કરવા 30 સભ્યો સાથેની ‘સી’ ટીમ તથા એન્ટી રોમિયો સ્ક્વોર્ડની ટીમ સતત મોનિટરિંગ કરશે
જામનગર શહેર અને જિલ્લામાં નવરાત્રી ઉત્સવ અને દશેરાના તહેવાર ઉજવણી ખૂબ જ ઉત્સાહપૂર્વક અને શાંતિ ભર્યા વાતાવરણમાં ઉજવી શકાય, તેના માટે જામનગર જિલ્લાનું પોલીસ તંત્ર એલર્ટ બન્યું છે, અને તમામ પ્રકારના ચુસ્ત પગલાઓ ભરવામાં આવી રહ્યા છે. પોલીસ મહાનિરીક્ષક સાહેબ રાજકોટ રેન્જના આઈજીપી અશોકકુમાર યાદવ તથા જામનગરના જિલ્લા પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની ના સીધા માર્ગદર્શન હેઠળ નવરાત્રી ના તહેવારમા જામનગર જીલ્લાના નાગરીકો શાંતિમય માહોલમા, ઉત્સાહભેર નવરાત્રીની ઉજવણી કરી શકે, તદઉપરાંત મહિલાઓની સુરક્ષાઓને ધ્યાને લઈને પોલીસ દ્વારા ખાસ સુચારૂૂ આયોજન કરવામાં આવ્યું છે. જામનગર પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારની ગરબી ખાતે વિશેષ પોલીસ અધિકારી-કર્મચારીઓ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામા આવશે.
જામનગર જિલ્લામાં પાર્ટી પ્લોટમાં યોજાતા 22 જેટલા કોર્મશીયલ ગરબા, તેમજ નાના મોટા 750 મળી કુલ 722 ગરબાં યોજાનાર છે. તેમજ દશેરા/વિજયાદશમી ની ઉજવણીના ભાગરૂૂપેની 6 જેટલી શોભાયાત્રા- તથા બે રાવણ દહનના કાર્યક્રમો યોજાનાર છે. આ નવરાત્રીના તહેવારની ઉજવણીનો બંદોબસ્ત જામનગર પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈનીની અધ્યક્ષતામાં 1 એ.એસ.પી., 4 ડી.વાય. એસ.પી., 21 પી.આઈ.,30 પી.એસ.આઈ. સહિત કુલ 75 પોલીસ ઓફિસરશ તથા પોલીસ કર્મચારીઓ, હોમગાર્ડ જવાનો, ગ્રામ્ય રક્ષક દળ,તથા 45 જેટલા ટ્રાફિક શાખાના પોલીસ સ્ટાફ તથા 725 પોલીસ સ્ટાફ સહિત સમગ્ર જામનગર જીલ્લામા આશરે 800 જેટલા પોલીસ અધિકારીઓ તથા કર્મચારી સ્ટાફનો બંદોબસ્ત જાળવવામા આવશે. આ ઉપરાંત જામનગર જિલ્લા ખાતે મહિલા પોલીસ ઈન્સ્પેકટરશ્રીના સુપરવિઝન હેઠળ કુલ- 30 પોલીસ સ્ટાફ સાથેની પથસીસ્ત્રસ્ત્ર ટિમ તથા એન્ટી રોમીયો સ્કવોડની ટીમો સતત પેટ્રોલીંગમાં કાર્યરત રહી, રોમિયોગીરી કરતા ઇસમો પર ખાસ નજર રાખી, રોમિયોગીરી પ્રવૃતિ કરતાં ઇસમો વિરૂૂધ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
જામનગર જીલ્લા પોલીસ દ્વારા ફોરવહીલ- 30, તથા 112-જનરક્ષકની બોલેરો- 27 તથા પોલીસ બાઇક- 80 મળી કુલ-137 વાહનો ની મદદ થી સતત બંદોબસ્ત પેટ્રોલીંગ રાખવામા આવશે, તેમજ 6 – ચેકપોસ્ટ પર વિડીયો ગ્રાફર દ્રારા વિડીયો ગ્રાફિ કરી, બોડીવોર્ન કેમેરા- 206 તેમજ 52 બ્રેથએનાલાંઈઝર મશીન નો ઉપયોગ કરી, પ્રોહીબિશનને લગત કાર્યવાહી તથા ફોરવ્હીલ કારમાં બ્લેક ફીલ્મ, નંબર પ્લેટ વગરના વાહનો, મોડીફાય સાયલેન્સર, તેમજ વધુ સ્પીડમા વાહન ચલાવતા ચાલકો વિરૂૂધ્ધમાં મોટર વ્હીકલ એકટના કાયદા મુજબ કાર્યવાહી કરી, સધન વાહન ચેકીંગની કાર્યવાહી કરવામા આવશે.
નવરાત્રીના તહેવાર દરમિયાન અસામાજીક પ્રવૃતિ આચરનારા ઇસમો તથા રોમીયોગીરી કરતા ઇસમો ઉપર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલ.સી.બી.), સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ(એસ.ઓ.જી.) તથા પેરોલ એબસ્કોન્ડર સ્કોડના અધિકારીઓ સાથે પોલીસ કર્મચારીઓની ખાસ અલગ અલગ ટીમોથી ખાસ નજર રાખવામા આવશે, નવરાત્રી તહેવારમાં જામનગર જિલ્લા ખાતે સોશ્યલ મીડીયા ઉપર સતત મોનીટરીંગ રાખી કુલ-12 ટીમો તથા પ્રિન્ટ/ઇલેકટ્રોનીક મીડીયા મોનીટરીંગની- 2 ટીમો તેમજ પથનેત્રમ કમાન્ડ કંટ્રોલથથ રૂૂમ દ્વારા તમામ પ્રકારનાં સોશ્યલ મીડીયા ઉપર સતત મોનીટરીંગ રાખવામાં આવશે, નવરાત્રી-ગરબાના તમામ આયોજકોએ 112-જનરક્ષક (પોલીસ ઈમરજન્સી પથમહિલા અભ્યમથથ) ઈમરજન્સી હેલ્પલાઈન વિગેરેના પોસ્ટરો તેમજ એલ.ઈ.ડી સ્કીન પર અવશ્ય પ્રદર્શિત કરવાના રહેશે, જેથી તમામ લોકો ઈમરજન્સી સમયમાં ઈમરજન્સી હેલ્પલાઈનનો ઉપયોગ કરી શકે.
નવરાત્રી તહેવારના આયોજકોએ ધ્યાનમાં રાખવાની બાબતો જેવીકે પાર્ટી પ્લોટ અને ગરબા મેદાનના પાર્કિંગ અને અંધારાવાળી જગ્યાએ ફરજિયાત લાઇટ લગાવવી પડશે. આ ઉપરાંત દુકાનોમાં સીસીટીવી કેમેરા લગાવવાના રહેશે. ગરબા સ્થળોએ ભેગા થતા લોકોના પ્રવેશ અને બહાર નીકળવા માટે અલગ ગેટની વ્યવસ્થા કરવાની રહેશે. આયોજકોએ એ સુનિશ્ચિત કરવાનું રહેશે કે ગરબા સ્થળની બંને બાજુના 100 મીટર સુધી રોડ પર ટ્રાફિક જામ ન થાય, અને પાર્કિંગમાં કોઈ અવરોધ ન આવે.
