જામનગર મનપામાં મેળાના આયોજનમાં 41 લાખનો ભ્રષ્ટાચાર કર્યાનો આક્ષેપ

જામનગર મહાનગરપાલિકા દ્વારા ગત માસે શ્રાવણી લોક મેળા નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 41 લાખ રૂૂપિયા ની રકમનો ભ્રષ્ટાચાર આચારવા માં આવ્યો હોવા ની…

જામનગર મહાનગરપાલિકા દ્વારા ગત માસે શ્રાવણી લોક મેળા નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 41 લાખ રૂૂપિયા ની રકમનો ભ્રષ્ટાચાર આચારવા માં આવ્યો હોવા ની વિપક્ષ દ્વારા સનસનીખેજ આક્ષેપ કરવામાં આવ્યો છે. અને જો કમિશનર દ્વારા પગલા લેવામાં નહી આવે તો કોંગ્રેસ હું વિપક્ષ દ્વારા જન આંદોલન કરવામાં આવશે.

જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રતિ વર્ષ શ્રાવણ માસમાં લોક મેળાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ તારીખ 10 થી 24 ઓગસ્ટ સુધી પ્રદર્શન મેદાન માં લોક મેળો યોજવામાં આવ્યો હતો.જેમાં પ્લોટ ના વેચાણ પેટે રૂૂ. 2 કરોડ 7 લાખ ની આવક થવા પામી હતી. પરંતુ મહાનગરપાલિકા ની તિજોરી માં ફક્ત રૂૂ.1 કરોડ 66 લાખની આવક જમા થવા પામી છે.

જામનગર મહા નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા ધવલ નંદા એ આજે પત્રકાર અને માહિતી આપતા જણાવ્યું હતું કે મેળામાં મહા નગરપાલિકાના અધિકારી અને પદાધિકરી દ્વારા ભયંકર ભ્રષ્ટાચાર આચવવામાં આવ્યો છે.ટેન્ડર ની શરત મુજબ મેળો શરૂૂ થાય તે પહેલા જ કોન્ટ્રાક્ટરે પૂરેપૂરી રકમનો ડીડી મ જમા કરાવવા નો ફરજિયાત છે. આમ છતાં પણ 41 લાખ ની રકમ આજ ની તારીખ માં પણ જમા થવા પામી નથી.
આથી સોમવારે વિપક્ષના કોર્પોરેટરો અને કોંગ્રેસના આગેવાનો દ્વારા કમિશનર સમક્ષ આધાર પુરાવો સાથે રજૂઆત કરવામાં આવશે.

અને ભ્રષ્ટાચરી અધિકારીઓ સામે ફોજદારી ફરિયાદ અને ડિસમિસના પગલાં લેવા ની માંગ કરાશે અને જો આ પગલા લેવા માં નહી આવે તો સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ અને કમિશનર કાર્યાલય માં ધરણા કરવામાં આવશે.આમ છતાં પણ પગલાં નહી લેવાય તો જન આંદોલન કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *