ઈરાનના શસ્ત્રભંડારનું કૌતુક, ડાન્સિંગ મિસાઈલથી US સ્તબ્ધ

અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધના 16મા દિવસે ઈરાને મોટા પાયે મિસાઈલ હુમલા કર્યા છે. આ હુમલામાં ઈરાને પહેલીવાર પોતાની સ્વદેશી બેલેસ્ટિક મિસાઈલ…

અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધના 16મા દિવસે ઈરાને મોટા પાયે મિસાઈલ હુમલા કર્યા છે. આ હુમલામાં ઈરાને પહેલીવાર પોતાની સ્વદેશી બેલેસ્ટિક મિસાઈલ ’સેજ્જિલ’નો ઉપયોગ કર્યો છે. ઈરાની ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, ફેબ્રુઆરીના અંતમાં યુદ્ધ શરૂૂ થયા બાદ સેજ્જિલ મિસાઈલનો આ પ્રથમ યુદ્ધકાલીન ઉપયોગ છે. આ મિસાઈલને ડાન્સિંગ મિસાઈલ તરીકે ઓળખવામાં આવે છે.

ઈરાની સેનાએ ’ટ્રુ પ્રોમિસ 4’ અભિયાન હેઠળ ઈઝરાયલના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર્સ અને મહત્વપૂર્ણ સૈન્ય મથકોને નિશાન બનાવ્યા છે. આ મિસાઈલ આશરે 2000 કિલોમીટર સુધી પ્રહાર કરી શકે છે. તે 700 કિલોગ્રામ સુધીના વિસ્ફોટકો લઈ જવા માટે સક્ષમ છે. તે ઘન ઈંધણથી સંચાલિત બે-તબક્કાની બેલેસ્ટિક મિસાઈલ છે.

આ મિસાઈલને ’ડાન્સિંગ મિસાઈલ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેની ખાસિયત એ છે કે તે ઊંચાઈ પર પહોંચ્યા પછી હવામાં કરતબ કરી શકે છે. આ રણનીતિને કારણે ઈઝરાયલની ’આયર્ન ડોમ’ જેવી અત્યાધુનિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમને ચકમો આપવો સરળ બની જાય છે. 18 મીટર લાંબી અને 23,600 કિલોગ્રામ વજન ધરાવતી આ મિસાઈલ જૂની ટેકનોલોજી કરતા ઘણી ઝડપથી લોન્ચ કરી શકાય છે.

આ મહાયુદ્ધની શરૂૂઆત 28 ફેબ્રુઆરી 2026 ના રોજ થઈ હતી, જ્યારે અમેરિકા અને ઈઝરાયલ દ્વારા ઈરાન પર સંયુક્ત હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામનેઈનું મોત નીપજ્યું હતું, ત્યારબાદ સમગ્ર મિડલ ઈસ્ટમાં હિંસા ભભૂકી ઉઠી હતી. રિપોર્ટ્સ મુજબ, યુદ્ધમાં અત્યાર સુધીમાં 2000 થી વધુ લોકોના મોત થયા છે, જેમાં મોટાભાગના ઈરાની નાગરિકો છે. અમેરિકાએ 15000 થી વધારે ઠેકાણાઓ પર હુમલા કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *