સોનાના વેચાણમાં રોકડ વ્યવહાર કરનાર અને સ્ટોક અંગે ઇન્કમટેક્સ વિભાગે તપાસ હાથ ધરી
રાજકોટ ઈન્કમટેક્ષ વિભાગ દ્વારા કોટેચા ચોકમાં આવેલી પ્રયોશા જ્વેલર્સમાં સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. સોનાના દાગીનાનું વેચાણ-વર્તમાન સ્ટોક અંગે તપાસ કરવામાં આવી રહી છે. 2 લાખની વધુના રોકડમાં થયેલા વ્યવહાર અંગે પ્રયોશા જ્વેલર્સમાં ઇન્કમટેક્સ વિભાગે તપાસ હાથ ધરી છે.
રાજકોટના કોટેચા ચોકમાં આવેલી પ્રયોશા જ્વેલર્સ પર ઇન્કમટેક્સ વિભાગે સ્ટોક અંગે તપાસ હાથ ધરી છે. માર્ચ એન્ડિંગ પહેલા હવે આઇટીની કાર્યવાહીથી સોની વેપારીઓમાં સોપો પડી ગયો છે. વર્તમાન સંજોગોમાં જયારે સોનાના ભાવ વધ્યા છે ત્યારે સોની વેપારીઓ દ્વારા 2 લાખથી વધુના રોકડ વ્યવહાર કરાયા હોવાની વિગતો સામે આવતા જેના ભાગરુપે ઇન્કમટેક્સ વિભાગ એક્શન મોડમાં આવ્યું હોય તેમ લાગી રહ્યું છે. સર્વે દરમિયાન બિનહિસાબી વ્યવહારો બહાર આવશે તો આ તપાસ દરોડામાં ફેરવાય તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે. નવું વર્ષ શરૂૂ થતાં જ અને નાણાકીય વર્ષ પૂર્ણ થવામાં હવે માત્ર બે મહિના બાકી રહેતાં ઇન્કમટેક્સ વિભાગે કરચોરો પર ગાળિયો વધુ મજબૂત કર્યો છે. રાજકોટના કોટેચા ચોક વિસ્તારમાં આવેલા પ્રયોશા જવેલર્સ પર ઇન્કમટેક્સની ટીમ પહોંચી હતી. ગઇકાલેથી સર્વે શરૂૂ કરવામાં આવ્યો છે.
આશરે 8 જેટલા અધિકારીઓ દ્વારા જવેલર્સના હિસાબી ચોપડા અને દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ ચાલી રહી છે. આ કાર્યવાહી માટે બહારથી ઇન્કમટેક્સની વિશેષ ટીમ આવી હોવાનું જાણવા મળ્યું છે. તપાસ બાદ કરચોરીનો સાચો આંકડો સામે આવશે ઝવેરીઓ પર સર્વે શરૂૂ થયાનાં સમાચારથી સોની બજાર અને જવેલર્સમાં કફડાટ જોવા મળ્યો છે. ઇન્કમટેક્ષ વિભાગે સોનાના દાગીનાની વેચાણ અને વર્તમાન સ્ટોકની વિગતો મેળવી તપાસ દરમિયાન વિભાગે સોનાના દાગીનાની વેચાણ અને વર્તમાન સ્ટોકની વિગતો મેળવી અને પેઢીમાં તપાસ હાથ ધરી.
ગોલ્ડના મોટા પ્રમાણમાં આયાત પછી ગુજરાતના વિવિધ જ્વેલર્સ પાસે સ્ટોક સંબંધિત વિગતો માગવામાં આવી રહી છે. આઇટી હવે વેપારીઓ પાસે વેચાણ અને સ્ટોકના આંકડાઓ સહિતના હિસાબોની ચકાસણી કરી રહી છે.
