શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને વધુ સુદ્રઢ બનાવવા તેમજ વહીવટી તંત્રમાં પારદર્શિતા લાવવાના હેતુથી પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. પોલીસ કમિશનર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લઇ શહેરના 17 પીએસઆઈની આંતરિક બદલીના આદેશો કર્યા છે. અગાઉ મોટા પાયે કરાયેલી બદલીઓ બાદ હવે પીએસઆઈ કક્ષાના અધિકારીઓની ફેરબદલ થતાં પોલીસ બેડામાં ભારે ચર્ચા જાગી છે.
શહેરના વિવિધ પોલીસ મથકો અને શાખાઓમાં ફરજ બજાવતા અધિકારીઓની બદલીના હુકમો કર્યા છે. પી.જી. આલ: તાલુકા પોલીસ સ્ટેશનથી પ્રોસિક્યુશન સેલમાં, આર.કે. ગોહિલ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટમાંથી એસઓજીમાં,એમ.જી. સોલંકી: થોરાળા પોલીસ સ્ટેશનથી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટમાં, એસ.એમ. સૈયદ: ટ્રાફિક શાખામાંથી કુવાડવા પોલીસ સ્ટેશનમાં,કે.એસ. ભગોરા: ટ્રાફિક શાખામાંથી બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં,જે.આર. સોલંકી: બી-ડિવિઝનમાંથી એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં,બી.આર. ભરવાડ: તાલુકા પોલીસ સ્ટેશનથી પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશનમાં, એમ.આઈ. શેખ: તાલુકા પોલીસ સ્ટેશનથી બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં,આઈ.આઈ. કટિયા: ટ્રાફિક શાખામાંથી રીડર ટુ ટ્રાફિક ડીસીપીમાં,એસ.એસ. જાડેજા: એરપોર્ટ પોલીસ સ્ટેશનથી યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં,જે.એન. ગમારા: પ્રદ્યુમનનગરમાંથી તાલુકા પોલીસ સ્ટેશનમાં,આર.કે. સામુદ્રે: કુવાડવા પોલીસ સ્ટેશનથી ટ્રાફિક શાખામાં, એચ.જે. સોલંકી: એ-ડિવિઝનમાંથી તાલુકા પોલીસ સ્ટેશનમાં, બી.એસ. ચૌહાણ: યુનિવર્સિટી પોલીસ સ્ટેશનથી આજીડેમ પોલીસ સ્ટેશનમાં,યુ.કે. બાંભણીયા: મહિલા પોલીસ સ્ટેશનથી કુવાડવા પોલીસ સ્ટેશનમાં,એમ.બી. રામાણી: રીડર શાખામાંથી માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં મુકવામ આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેર પોલીસ તંત્રમાં એક જ સ્થળે ચાર વર્ષ કે તેથી વધુ સમયથી ફરજ બજાવતા કર્મચારીઓની બદલીના હુકમ બાદ હવે પીએસઆઈની બદલીના હુકમ કરવામાં આવ્યા છે.
પોલીસ કમિશનર કાર્યાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બદલીનો સિલસિલો હજુ અટક્યો નથી. એક જ સ્થળે લાંબા સમયથી નિયુક્ત હોય તેવા વધુ 50થી વધુ પોલીસ કર્મચારીઓની બદલીનો લિથો પણ તૈયાર કરી લેવામાં આવ્યો છે. આ કર્મચારીઓની બદલીના આદેશો પણ આગામી નજીકના દિવસોમાં જાહેર કરવામાં આવશે. આ સતત થઈ રહેલી આંતરિક બદલીઓને કારણે રાજકોટ પોલીસ તંત્રમાં મોટાપાયે ફેરફાર થશે.
