ભાયાવદરમાં એ.બી. જાડેજા, જેતપુર ઉદ્યોગનગરમાં એસ.એચ. શર્માને મૂકાયા
તાજેતરમાં ગુજરાતના પોલીસ વિભાગમાં 772 પી.આઈની બદલી કરવામાં આવી હતી. આ બદલીમાં રાજકોટ જીલ્લામાં 11 નવા પી.આઈને મુકાયા હોય ત્યારે નવા 8 પી.આઈ હાજર થયા બાદ રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર દ્વારા જીલ્લા પોલીસ મહત્વના ફેરફાર કર્યા છે. જેમાં ફરજ ઉપર હાજર થયેલા 8 નવા પી.આઈને જીલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં પોસ્ટિંગ આપ્યું છે, સાથે જ જીલ્લામાં ફરજ બજાવતા 18 જેટલા પી.આઈની આંતરિક બદલી કરવામાં આવી છે.
જિલ્લાના પોલીસ તંત્રને વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી ગ્રામ્ય પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર દ્વારા મહત્વના ફેરફારો કરવામાં આવ્યા છે. રાજકોટ ગ્રામ્યમાં હાજર થયેલા 8 પોલીસ ઈન્સ્પેક્ટરોને વિવિધ પોલીસ સ્ટેશનોની જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં સુરેન્દ્રનગરથી આવેલા એચ. જે. ગોહિલને ભાડલા, પોરબંદરથી આવેલા એમ. એલ. આહીરને જેતપુર તાલુકા અને અમદાવાદ ગ્રામ્યથી આવેલા જે. આર. ઝાલાને ગોંડલ સીટી એ-ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત, પી.ટી.સી. જૂનાગઢથી આવેલા એમ. જે. પરમારને મેટોડા જીઆઇડીસી , ઈન્ટેલિજન્સ વિભાગથી આવેલ એન. એ. શુક્લાને એલઆઈબી અને સુરત શહેરથી આવેલા વાય.એમ. ગોહિલને પાટણવાવ,પોરબંદરથી બદલી થઈ આવેલા પી. ડી. જાદવને જામકંડોરણા તેમજ પી.ટી.સી. જૂનાગઢના એચ. એમ. ધાંધલને ઉપલેટા ખાતે પોસ્ટીંગ આપવામાં આવ્યા છે.
નવા 8 પી.આઈને પોસ્ટીંગ સાથે જિલ્લાના 18 પી.આઈની આંતરિક બદલી કરવામાં આવી છે. આ આંતરિક ફેરફારમાં પી.આઈ જે. પી. ગોસાઈને ધોરાજી તાલુકામાંથી જસદણ, પી.આઈ બી. આર. પટેલને ઉપલેટામાંથી ધોરાજી સીટી, પી.આઈ એસ. એચ. શર્માને મેટોડા જીઆઇડીસી થી જેતપુર ઉદ્યોગનગર, પી.આઈ ડો. એમ. એમ. ઠાકોરને જેતપુર ઉદ્યોગનગરથી ધોરાજી તાલુકા, પી.આઈ યુ. આર. ડામોરને લોધિકાથી કોટડા સાંગાણી, પી.આઈ એમ. જી. ચૌહાણને પાટણવાવથી પડધરી, પી.આઈ આર. એમ. રાઠોડને કોટડા સાંગાણીથી આટકોટ, પી.આઈ એસ. એન. પરમારને પડધરીથી લોધિકા પોલીસ સ્ટેશન તેમજ શાપર (વે.) પોલીસ મથકના એ.બી. જાડેજાને ભાયાવદર,જેતપુર ઉદ્યોગનગરના એલ.ડી.મહેતાને વિંછીયા, વિંછીયાના કે.બી. ગઢવીને જેતપુર ઉદ્યોગનગર, જેતપુર સીટીના જે.પી. મલ્હોત્રાને ધોરાજી સીટી ખાતે, ધોરાજી સીટીના આર.બી.બલદાણીયાને જેતપુર સીટી પોલીસ એન.પી. ગોહિલને ભાડલા ઓપી (જસદણ) થી સરાપદળ ઓપી (પડધરી),વી.કે. ઝાલાણી: સરાપદળ ઘઙ થી ગોંડલ સીટી ’એ’ ડિવિઝન,એસ.આર. પંડ્યા: ગોંડલ સીટી ’એ’ ડિવિઝન થી શાપર (વે.) પોલીસ મથક,એ.બી. કાકડીયા: મોટા દડવા ઘઙ (આટકોટ) થી ધોરાજી સીટી,બી.ડી. મારુ: લીવ રિઝર્વ (જેતપુર સીટી) થી જેતપુર સીટી ખાતે પોસ્ટીંગ આપવામાં આવ્યું છે.
આ નવા નિમણૂક આદેશોને પગલે અત્યાર સુધી જે અધિકારીઓ અન્ય પોલીસ સ્ટેશનનો વધારાનો ચાર્જ સંભાળતા હતા, તેઓને તે જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. બદલી થયેલા તમામ પોલીસ ઈન્સ્પેક્ટરોએ કોઈપણ પ્રકારની રજા ભોગવ્યા વિના તાત્કાલિક અસરથી પોતાની નવી જગ્યાએ ફરજ પર હાજર થવા પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે.
