નિકાસકારોને પ્રોત્સાહન આપતી ઇન્ટરેસ્ટ ઇક્વિલાઇઝેશન સ્કીમ ફરી શરૂ કરાઇ

રિઝર્વ બેંક દ્વારા ટૂંક સમયમાં ગાઇડલાઇન થશે જાહેર કેન્દ્ર સરકાર દ્વારા MSME ઉત્પાદક નિકાસકારો માટે નિકાસના પ્રિ અને પોસ્ટ શિપમેન્ટ 52 Interest Equalization Scheme જાહેર…

રિઝર્વ બેંક દ્વારા ટૂંક સમયમાં ગાઇડલાઇન થશે જાહેર

કેન્દ્ર સરકાર દ્વારા MSME ઉત્પાદક નિકાસકારો માટે નિકાસના પ્રિ અને પોસ્ટ શિપમેન્ટ 52 Interest Equalization Scheme જાહેર કરવામાં આવેલ. જે અંતર્ગત નિકાસકારો દ્વારા કરવામાં આવેલ પ્રી અને પોસ્ટ શીપમેન્ટ નિકાસ માટે લેવાયેલ લોન અંતર્ગત વ્યાજ સહાય ચુકવવામાં આવે છે. આ સ્કિમ તા. 31-12-2024 ના રોજ પુરી થઈ હતી. ત્યારબાદ આ સ્કીમની સમય મર્યાદા વધારવામાં આવેલ ન હતી અને તા.01-01-2025 થી આ સ્કિમ સ્થગીત થઈ ગયેલ હોવાથી નિકાસકારોને ખુબ જ મુશ્કેલીઓ પડી રહી હતી.

ત્યારે નિકાસકારોને ભોગવવી પડતી મુશ્કેલીઓ અને વૈશ્વીક પરિસ્થિતીને ધ્યાનમાં રાખીને રાજકોટ ચેમ્બ2 ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના ઉપપ્રમુખ પાર્થભાઈ ગણાત્રા દ્વારા કેન્દ્રીય વાણિજય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયેલજીને છેલ્લા એક વર્ષથી Interest Equalization Scheme ફરીથી શરૂૂ કરવા રજુઆતો કરવામાં આવી રહી હતી. આમ આ રજુઆતને સફળતા મળેલ છે અને સરકાર દ્વારા આ સ્કિમને ફ2થી શરૂૂ કરવામાં આવેલ છે અને તેની સમય મર્યાદા નાણાંકીય વર્ષ 2025-26 થી લઈને વર્ષ 2030-31 સુધીની રહેશે તેમજ આ અંગેની સંપુર્ણ માહિતી સાથેની ગાઈડ લાઈન રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા ટુંક સમયમાં બહાર પાડવામાં આવશે. આ સ્કિમનું ફરીથી અમલીકરણ થવાથી નિકાસકારોને ખુબ જ ફાયદો થશે.

આમ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની રજુઆત માન્ય રાખી Interest Equalization Scheme ફરીથી શરૂૂ કરવા બદલ કેન્દ્રીય વાણિજય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયેલજીનો સહર્ષ આભાર વ્યક્ત કરવામાં આવે છે. તેમ રાજકોટ ચેમ્બરની અખબારી યાદીમાં જણાવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *