મનપાના બજેટનો ધમધમાટ શરૂ, 29થી 31 વચ્ચે રજૂ

મહાનગરપાલિકાના વર્ષ 2026-27ના બજેટનો ધમધમાટ શરૂ થઇ ગયો છે. તમામ શાખા પાસેથી આવક અને ખર્ચની વિગતો મંગાવામાં આવેલ જે પૈકી 50% શાખાએ પોતાનો હિસાબ રજૂ…

મહાનગરપાલિકાના વર્ષ 2026-27ના બજેટનો ધમધમાટ શરૂ થઇ ગયો છે. તમામ શાખા પાસેથી આવક અને ખર્ચની વિગતો મંગાવામાં આવેલ જે પૈકી 50% શાખાએ પોતાનો હિસાબ રજૂ કરી દીધો છે. મહાનગરપાલિકાની હાઉસ ટેકસ તથા એફએસઆઇ સહિતની આવકમા વધારો થાય તે માટે નવા બજેટમાં તમામ આવકના સ્ત્રોત માટે વધુ લક્ષ્યાંક આપવાની સંભાવના જોવાઇ રહી છે. શહેરીજનો ઉપર આ વખતે કરબોજ ઝીંકવાનો પ્રસ્તાવ રજૂ નહીં થાય કારણકે ચૂંટણી વર્ષ હોવાથી શાસકો દ્વારા કરબોજ રદ થવાની સંભાવના હોવાથી ફકત મહેસુલી આવક ઉપર વધુ ધ્યાન અને મુડી ખર્ચ ઉપર પણ ભાર મુકાઇ તેવી સંભાવના જોવાઇ રહી છે. બજેટની કામગીરી આગામી 15 દિવસમાં પૂર્ણ થઇ જવામાં હોય સંભવત તા.29 થી 31 જાન્યુઆરી દરમિયાન નવુ બજેટ રજૂ થશે.

ગત બજેટમાં અનેક પ્રોજેક્ટ બાકી રહે ગયેલ છે. તેમજ આવકમાં પણ મોટો ઘટાડો જોવા મળતા મહાનગરપાલિકાની આવકમાં વધારો કરવા માટે સરકાર પાસેથી 70 કરોડની જકાતની ગ્રાન્ટ માંગવાની વાતો થયા પછી હજી સુધી આ ગ્રાન્ટ મેળવવામાં પદાધિકારીઓ નિષ્ફળ રહ્યા છે. એક તરફ મહાનગરપાલિકાના વહિવટીતંત્ર દ્વારા નવા નાણાંકિય વર્ષ 2026-27ના વાર્ષિક અંદાજપત્ર માટે હોમવર્ક શરૂૂ કરી દેવામાં આવ્યું છે ત્યારે બીજી તરફ સ્ટેન્ડિંગ કમિટીએ બજેટમાં સુચવેલી રૂૂ.55.92 કરોડની 20 યોજનાઓમાંથી અડધોઅડધ એટલે કે 10 યોજનાઓ ક્યાં તબક્કે છે. તેની અધિકારીઓ કે પદાધિકારીઓને ખબર નથી.

અગાઉ સ્ટેન્ડિંગ ચેરમેન દ્વારા તેઓએ સુચવેલી યોજનાઓની પ્રગતિ જાણવા અધિકારીઓ સાથે રિવ્યુ બેઠક યોજતાં હતા. તે પણ લાંબા સમયથી બંધ છે. ગત વર્ષે જાન્યુઆરી માસના અંતમાં કમિશનર તુષાર સુમેરાએ રૂૂ. 150 કરોડના કરબોજ સાથેનું રૂૂ.3112.28 કરોડનું બજેટ રજુ કર્યુ હતું. ટીઆરપી કાંડને કારણે ટુંકાગાળામાં જ ત્રણ કમિશનરો બદલાતા કમિશનર સુમેરાએ સ્માર્ટસિટીમાં વર્કિંગ વુમન્સ હોસ્ટેલ સિવાય કોઇ મહત્વની અને ધ્યાન દોરે તેવી યોજના મુકી નહોતી. સ્ટેન્ડિંગ કમિટીએ આ બજેટમાં સુચવાયેલો રૂૂ. 150 કરોડનો કરબોજ ફગાવી દઇને ખાધ પુરવા રાજ્ય સરકારમાંથી વધારાની જકાત ગ્રાન્ટ લાવવાની જાહેરાત કરી હતી. આ સિવાય રૂૂ.55.92 કરોડના ખર્ચની 20 યોજનાઓની જાહેરાત કરી હતી. તે પૈકી અનેક યોજનાઓ આજે પણ શરૂ ન થઇ હોવાનું જાણવા મળેલ છે. છતા નવા બજેટમાં જુની યોજનાઓ સામેલ કરવામાં આવે તેવુ લાગી રહ્યુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *