રાજકોટમાં પેસેન્જરના દાગીના-રોકડ તફડાવતી હરિયાણાની આંતરરાજ્ય રિક્ષા ગેંંગ ઝડપાઇ

રાજકોટ શહેર ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમા રીક્ષામા બેસેલ પેસેન્જરના પર્સમાંથી સોનાના દાગીના અને રોકડરકમની ચોરી કરનાર હરીયાણાની આંતરરાજ્ય ટોળકીની મહિલા આરોપીને મોરબી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી…

રાજકોટ શહેર ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમા રીક્ષામા બેસેલ પેસેન્જરના પર્સમાંથી સોનાના દાગીના અને રોકડરકમની ચોરી કરનાર હરીયાણાની આંતરરાજ્ય ટોળકીની મહિલા આરોપીને મોરબી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયા છે.

ગુજરાત રાજ્યના અન્ય શહેરો તેમજ મોરબી શહેરમાં ભુતકાળમા ભીડભાડ વાળી જગ્યાએ ઓટો રીક્ષામા પેસેન્જરના સ્વાંગમાં બેસી દાગીનાની ચોરીઓના બનાવો બનેલ હોય જે અંગે મોરબી નવા બસ સ્ટેશન પાસે સુપર ટોકીઝ પાસે ભીડભાડ વાળી જગ્યામાં બે પુરૂૂષ તથા છ મહિલાઓ હરીયાણા રાજ્યના હોવાનું અને તે તમામ શંકાસ્પદ જણાતા તમામને મહિલા પોલીસ કર્મચારીઓની હાજરીમાં અહીં મોરબીમાં તેઓની હાજરી બાબતે પુછતા કોઇ સંતોષકારક જવાબ આપેલ નહી જેથી તેઓ તમામને મોરબી એલ.સી.બી. કચેરી ખાતે લાવી વિશેષ પુછપરછ કરતા મળી આવેલ મહિલાઓ પૈકી એક મહિલા રાજકોટ શહેર ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ ચોરીના ગુનામા સંડોવાયેલ હોવાનુ તેમજ બે પુરૂૂષો પૈકીના સરીફ અહેમદ રમઝાન ખાન ઇસાક ખાન ફકીર તથા મહિલાઓ પૈકી પુષ્પાબેન રામપાલ પણ સને 2025ના વર્ષમાં સુરત શહેર મા ચોરીના ગુનામા પકડાયેલ હોવાનુ જણાતા આ તમામ શકમંદોને આંતર રાજયના હોય અને ભુતકાળમાં આવીજ રીતે સાથે મળી ગુજરાત રાજ્યના મોટા શહેરોમા રેલ્વે સ્ટેશન અથવા બસ સ્ટેશનની બાજુમા ફુટ પાથ ઉપર પડાવ નાખી દિવસના સમયે શહેરમાં રેકી કરી તેમજ ઓટો રીક્ષામા મુસાફરી કરતા પેસેન્જરો સાથે બેસી તેઓની નજર ચુકવી તેના બેગ/પર્સ માંથી રોકડ રકમ ની ચોરી કરવાની ટેવા વાળા હોય જેથી મોરબી શહેરમા નવા બસ સ્ટેશન પાસે આવેલ સુપર માર્કેટ નજીક ભીડભાડ વાળી જગ્યાએ કોઇ મિલ્કત વિરૂૂધ્ધના મોટા ગુનાને અંજામ આપે તે પહેલા હરીયાણાની આંતરરાજ્ય ટોળકીના બે પુરૂૂષ સભ્ય સરીફઅહેમદ રમઝાનખાન ઇસાકખાન ફકીર (ઉ.વ.30) રહે. પીંગોરગામ જુમ્મામસ્જીદપાસે, તા.હોડલ જી. પલવર થાણા-પલવર સદર રાજ્ય હરિયાણા તથા રવી ભુરાસિંગ નનુ ચમાર (ઉ.વ.26), રહે. ફતેપુર બીલોચ, મહાદેવ કોલોની થાના-ચંદાવલી તા.બલ્લવડ જી.ફરીદાબાદ, હરીયાણા તથા છ મહિલા મમતાબેન રવી ભુરાસિંગ ચમાર (ઉ.વ.25), રહે. ફતેપુર બીલોચ, મહાદેવ કોલોની થાના -ચંદાવલી તા.બલ્લવડ જી.ફરીદાબાદ, હરીયાણા, પુષ્પાબેન રામપાલ નનુભાઇ ચમાર (ઉ.વ.50) રહે. પીંગોર, પલવર તા.સદર, હરીયાણા, સુમન સેરા રામસ્વરૂૂપ ચમાર (ઉ.વ.30) રહે.પીંગોર, પલવર તા. સદર હરીયાણા, ક્રાંતિ નિસુ રામેસર ચમાર (ઉ.વ.20) રહે.પીંગોર, પલવર તા.સદર હરીયાણા , ક્રિષ્ના રામપાલનનુ ચમાર (ઉ.વ.18) વર્ષ 6 માસ રહે. પીંગોર, પલવર તા.સદર હરીયાણા, પુનમબેનરાજકુમાર રામચંદ ચમાર (ઉ.વ.35) રહે. પીંગોરગામ, નાલાની પાસે તા.હોડલ જી.પલવર થાણા-પલવર સદર રાજ્ય હરિયાણાવાળાને પકડી પાડેલ છે.

જેઓ પૈકી પુનમબેન રાજકુમાર રામચંદ ચમાર રાજકોટ શહેર ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના ચોરીના ગુનામા સંડોવાયેલ હોય જેઓને રાજકોટ ગાંધીગ્રામ પોલીસને સોંપી આપેલ છે તેમજ બાકીના તમામ શકદારો મોરબી શહેરમા ભીડ ભાડ વાળી જગ્યમા એક સાથે મળી કોઇ મીલ્કત વિરૂૂધ્ધ ગુનો આચરવાના પુર્વ તૈયારીના ભાગ રૂૂપે મળી આવેલ હોય જેથી તેઓ તમામના અસર કારક અટકાયતી પગલા લેવડાવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *