પોરબંદરમાં ફલેટમાંથી ચરસ અને ગાંજા સાથે રાજકોટના શખ્સ સહિત બે ઝડપાયા

પોરબંદરમાં એરપોર્ટ સામેના ફ્લેટમાંથી રાજકોટ અને રાણાવાવના બે શખસોને એસઓજી ટીમે ચરસ અને ગાંજા ના જથ્થા સાથે ઝડપી લઇ વધુ તપાસ હાથ ધરી છે.પોરબંદર એસ.ઓ.જી.ની…

પોરબંદરમાં એરપોર્ટ સામેના ફ્લેટમાંથી રાજકોટ અને રાણાવાવના બે શખસોને એસઓજી ટીમે ચરસ અને ગાંજા ના જથ્થા સાથે ઝડપી લઇ વધુ તપાસ હાથ ધરી છે.પોરબંદર એસ.ઓ.જી.ની ટીમે બાતમીના આધારે એરપોર્ટની સામે આવેલ શીવ રેસીડન્સીના રૂૂમ નંબર 606 માં દરોડો પાડી બે શખ્સો નાગાજણ ઉર્ફે નાગો ગીગનભાઈ બોખીરીયા (ઉં.વ. 33 રહે હાલ એરપોર્ટ સામે શિવ રેસીડન્સી, રૂૂમ નં. 606 અને મૂળ રાણાવાવ આયરવાડી) તથા કેયુર કિશોરભાઈ હીરાણી (ઉં.વ. 33 રે રાજકોટ સંત કબીર રોડ, બ્રામણીયાપરા શેરી નં. 13)ને ઝડપી લઇ રૂૂ 42 હજારની કીમત નું 168 ગ્રામ ચરસ અને રૂૂ 3750 ની કીમત નો 75 ગ્રામ સૂકો ગાંજો તેમજ 500 રૂૂ ની કીમત નો ઇલેક્ટ્રિક વજનકાંટો,10 હજાર ની કીમત ના બે મોબાઈલ મળી કુલ રૂૂ 56 250 નો મુદામાલ કબ્જે કર્યો છે.

બન્ને ની પ્રાથમિક પુછપરછ માં કેયુર રાજકોટ થી આ ડ્રગ્સ ની સપ્લાય કરવા આવ્યો પોલીસ દ્વારા તપાસમાં બંનેનો ગુનાહિત ઇતિહાસ સામે આવ્યો છે, જેમાં નાગાજણ સામે અગાઉ ઉદ્યોગનગર, કીર્તિમંદિર અને કમલાબાગ પોલીસ સ્ટેશનમાં અપહરણ, મારામારી તેમજ દારૂૂના ગુના નોંધાઈ ચૂક્યા હોવાનું અને તે હાલમાં જ જામીન પર મુક્ત થયો હોવાનું સામે આવ્યું છે.

જ્યારે બીજી તરફ કેયુર વિરૂૂદ્ધ રાજકોટ બી ડિવિજન પોલીસ સ્ટેશનમાં ખૂનનો ગુનો તેમજ ગાંધીનગરના ચિલોડા પોલીસ સ્ટેશનમાં વિદેશી દારૂૂનો ગુનો નોંધાયેલો હોવાનું અને તે પણ હાલ જામીન પર બહાર હોવાનું સામે આવ્યું છે, ત્યારે પોલીસે બંનેની વધુ પૂછપરછ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *