પોલીસે 200 લીટર દારૂ સાથે 5.40 લાખનો મુદ્દમાલ કબજે કર્યો
જામજોધપુર પો.સ્ટ્રે. પોલીસ સ્ટાફના માણસો પો.સ્ટ્રે. વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. જે દરમ્યાન પોલીસ હેડ કોન્સ્.રવીન્દ્રસિંહ રાજનસિંહ જાડેજા તથા દેવજીભાઇ ભગવાનજીભાઇ બાર નાઓને સંયુકત ખાનગી રાહે મળેલ હકીકતના આધારે ઇનોવા ફોરવહીલ ગાડી જેના નં. જીજે 21 બીસી 6284માં દેશી દારૂનો જથ્થો લઇને હેરાફેરી કરતા રેઇડ દરમ્યાન ચાલકે પોતાની ઇનોવા ફોવહીલ પુર ઝડપે બેફીકરાઇથી ચલાવી પુલ પાસે લોંખડની ગ્રીલમાં અથડાવી ઇનોવા ફોરવહીલ ગાડીમાંથી દેશી દારૂ આશરે 200 લીટર કિં.40000 તથા ફોરવિહલની કિં.5,00,000 ગણી એક કુલ મળી રૂા.5,40,000ના મુદ્દામાલ સાથે ઇનોવા વ્હીકલનો ચાલક નાસી જતા તેની વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી કરેલ છે.
સફેદ કલરની ઇનોવા કાર ગાડી જેના નંબરજીજે 21 બીસી 6284નો ચાલક ફરાર થઇ ગયો હતો અને કાર્યવાહી જામજોધપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર એ.એસ.રબારી તથા પોલીસ હેડ કોન્સ્.રવીન્દ્રસિંહ રાજનસિંહ જાડેજા તથા દેવજીભાઇ ભગવાનજીભાઇ બાર વીગેરેનાઓ દ્વારા કરેલ છે.
