કાલાવડના હરીપર ગામે પાણીની કુંડીમાં પડી જતાં માસૂમનું મોત

વાડીએ રમતા-રમતા બાળક ડૂબી જતાં શ્રમિક પરિવારમાં કલ્પાંત જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના હરીપર ગામમાં એક વાડીમાં રહીને મજૂરી કામ કરતા સામી પરિવારનો એક વર્ષનો બાળક…

વાડીએ રમતા-રમતા બાળક ડૂબી જતાં શ્રમિક પરિવારમાં કલ્પાંત

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના હરીપર ગામમાં એક વાડીમાં રહીને મજૂરી કામ કરતા સામી પરિવારનો એક વર્ષનો બાળક રમતા અખત માટે પાણીની કુંડીમાં પડી જતા ડૂબી જવાથી તેનું મૃત્યુ નીપજ્યું છે. નિપજ્યું છે.
આ બનાવની વિગત એવી છે કે મૂળ મધ્યપ્રદેશનો વતની અને હાલ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના હરીપર ગામમાં રહેતા ખેડૂત ચંદુભાઈ મોહનભાઈ વસોયા ની વાડીમાં રહીને ખેત મંજૂરી કામ કરતા કમલેશભાઈ દિવાનભાઈ સિંગળ નો એક વર્ષનો પુત્ર ગણેશ જે ગઈકાલે બપોરે પોતાના ઘરના ફળિયામાં રમી રહ્યો હતો, જે દરમિયાન અકસ્માતે પાણીની કુંડીમાં પડી જતાં ડૂબી જવાના કારણે તેનું મૃત્યુ થયું છે.

આ બનાવ અંગે મૃતક ના પિતા કમલેશભાઈ દિવાનભાઈ શિંગાળે પોલીસને જાણ કરતાં પંચકોષી બી. ડિવિઝનના પોલીસ હેડ કોન્સ્ટેબલ ડી એસ જાડેજા સમગ્ર મામલામાં વધુ તપાસ ચલાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *