લતીપરમાં ઇજા પામેલા શ્રમિકનું સારવારમાં મોત

જામનગર જિલ્લાના ધ્રોળ તાલુકાના લતીપર ગામમાં વાડી વિસ્તારમાં રહેતા અને ખેતી કામ કરતા વિરેન્દ્ર નાનુંરામ ઠાકોર નામના 32 પરના આદિવાસી શ્રમિક યુવાનને હાથમાં ઈજા થઈ…

જામનગર જિલ્લાના ધ્રોળ તાલુકાના લતીપર ગામમાં વાડી વિસ્તારમાં રહેતા અને ખેતી કામ કરતા વિરેન્દ્ર નાનુંરામ ઠાકોર નામના 32 પરના આદિવાસી શ્રમિક યુવાનને હાથમાં ઈજા થઈ હતી, અને પ્લાસ્ટર લગાવ્યું હતું. અને તેની દવા પણ ચાલતી હતી.
દરમિયાન ગઈકાલે પોતાની વાડીમાં એકાએક બેશુદ્ધ થઈ ગયો હતો. જેથી તેને સારવાર માટે ધ્રોળની સરકારી હોસ્પિટલમાં લઇ જવાયો હતો, જ્યાં તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર થયું હતું.

આ બનાવ અંગે મૃતકની પત્ની અમ્રિતાબેન વિરેન્દ્રભાઈ ઠાકોરે પોલીસને જાણ કરતાં ધ્રોળના પોલીસ હેડ કોન્સ્ટેબલ જે.કે. દલસાણીયા બનાવના સ્થળે અને ત્યારબાદ ધ્રોળની સરકારી હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ કરાવ્યું છે, જ્યારે મૃતકના વિસરા લઈને પૃથકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. પ્રાથમિક દ્રષ્ટિએ ઝેરી દવા ની અસર થવાથી મૃત્યુ નીપજયું હોવાનું તારણ નીકળી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *