જામનગર જિલ્લામાં ચૂંટણીના સંદર્ભમાં મતદાન મથકો અને મતદાર વિષેની માહિતી જાહેર

જામનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી-2026 માટે મતદારો અને મતદાન મથકોની વિગત જાહેર કરવામાં આવી છે. આગામી જામનગર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, સિક્કા નગરપાલિકા તથા જામનગર…

જામનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી-2026 માટે મતદારો અને મતદાન મથકોની વિગત જાહેર કરવામાં આવી છે. આગામી જામનગર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, સિક્કા નગરપાલિકા તથા જામનગર મહાનગરપાલિકા ચૂંટણી-2026ને ધ્યાનમાં રાખીને ચૂંટણી તંત્ર દ્વારા મતદારો તથા મતદાન મથકો અંગેની વિગત જાહેર કરવામાં આવી છે.

જિલ્લા અને તાલુકા પંચાયત ચૂંટણી માં કુલ 24 જિલ્લા પંચાયત મતવિસ્તારો અને 112 તાલુકા પંચાયત મતવિસ્તારો સમાવિષ્ટ છે, જેમાં કુલ મતદાન મથકો: 712, જ્યારે કુલ મતદારો: 5,26,569, જેમાં પુરુષ: 2,74,817 મતદારો અને સ્ત્રી: 2,51,750 નોંધાયા છે. તાલુકાવાર મુખ્ય આંકડા મુજબ જામનગર, કાલાવડ, લાલપુર, જામજોધપુર, ધ્રોલ અને જોડિયા તાલુકાઓમાં મતદાન મથકો અને મતદારોનું વિતરણ કરવામાં આવ્યું છે.

નગરપાલિકા ચૂંટણીમાં સિક્કા નગરપાલિકાની ચૂંટણી યોજાય છે જેમાં કુલ વોર્ડ 7 માટે ની ચુંટણી યોજાઈ છે, જેમાં કુલ મતદારો 16,406 પૈકી પુરુષ: 6,889 મતદારો જ્યારે સ્ત્રી: 9,523 નોંધાયા છે.

જામનગર મહાનગરપાલિકા ચૂંટણી યોજાય છે અને જેનું મતદાન 28 એપ્રિલ થશે જેમાં કુલ 16 વોર્ડ માટે યોજાનારી ચુંટણી ના સંદર્ભમાં 414 મતદાન મથકો બનાવાયા છે, અને કુલ મતદારો 4,42,828 નોંધાયા છે, જેમાં પુરુષ: 2,27,374, અને સ્ત્રી: 2,15,465 નોંધાયા છે. જામનગર જિલ્લાના ચૂંટણી તંત્ર દ્વારા તમામ વિસ્તારોમાં સુચારુ અને પારદર્શક મતદાન પ્રક્રિયા સુનિશ્ચિત કરવા માટે પૂરતી તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *