યુરોપિયન દેશ સ્વીડનના ઓરેબ્રો શહેરમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં એક શાળામાં અંધાધૂંધ ગોળીબારની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં 10 લોકોના મોત થયાં છે. આ હુમલામાં અનેક કોજો ઈજાગ્રસ્ત પણ થયાં છે. હાલમાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે. આ વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે. આ હુમલામાં પોલીસે કાર્યવાહી કરતાં હુમલાખોરને પણ ઠાર માર્યો હોવાની જાણકારી મળી છે.
પોલીસે કહ્યું કે આ સમગ્ર હુમલામાં એક જ હુમલાખોરની સંડોવણી હતી પણ તેણે આ હુમલો કેમ કર્યો તેની કોઈ ચોક્કસ માહિતી સામે આવી શકી નથી. આ ઘટના સ્વિડનની રાજધાની સ્ટૉકહોમથી લગભગ 200 કિલોમીટર પશ્ચિમે આવેલા ઓરેબ્રૂ શહેરના કેમ્પસ રિસબર્ગસ્કામાં બની હતી. અહીં યુવાઓ ભણવા આવે છે.
https://x.com/changu311/status/1886897492316299309
આ ઘટના મંગળવારે બપોરે લગભગ 1 વાગ્યાની આસપાસ બની હતી. આ ગોળીબારમાં 10 લોકો ઘાયલ થયા છે. જોકે, હાલમાં તેમની સ્થિતિ વિશે કોઈ માહિતી જાહેર કરવામાં આવી નથી. પોલીસે સ્થાનિક લોકોને શાળાની નજીક ન જવાની અપીલ કરી છે જેથી તપાસ અને સુરક્ષા કાર્યમાં કોઈ અવરોધ ન આવે. ઓરેબ્રો શહેર સામાન્ય રીતે શાંત અને સલામત સ્થળ માનવામાં આવે છે પરંતુ આ ઘટનાથી વિસ્તારમાં ભયનું વાતાવરણ સર્જાયું છે.
કેમ્પસ રિસબર્ગસ્કામાં એવા યુવાઓ ભણવા આવે છે જેનો સમયસર તેમનો અભ્યાસ પૂર્ણ કરી શક્યતા નહોતા. જોકે આ કેમ્પસની નજીકમાં જ એક બાળકોની સ્કૂલ પણ આવેલી છે. સ્વિડનના વડાપ્રધાન ઉલ્ફ ક્રિસ્ટરસને ઘટનાને દેશની સૌથી ભીષણ સામૂહિક ગોળીબારની ઘટના ગણાવી હતી. તેમણે કહ્યું કે આજે અમે નિર્દોષ લોકો વિરુદ્ધ ભયાનક અને જીવલેણ હિંસા જોઇ. આ હુમલાએ આખા દેશને હચમચાવી મૂક્યો છે.