નેપાળમાં હવામાં બે હેલિકોપ્ટર અથડાતાં ભારતીય પ્રવાસીનું મૃત્યુ

નેપાળના એવરેસ્ટ ક્ષેત્રમાં મંગળવારે સવારે લેન્ડિંગ દરમિયાન બે હેલિકોપ્ટર એકબીજા સાથે અથડાઈ ગયા. આ અકસ્માતમાં એક ભારતીય પ્રવાસીનું મોત થયું, જ્યારે ન્યૂઝીલેન્ડનો ભારતીય મૂળનો નાગરિક…

નેપાળના એવરેસ્ટ ક્ષેત્રમાં મંગળવારે સવારે લેન્ડિંગ દરમિયાન બે હેલિકોપ્ટર એકબીજા સાથે અથડાઈ ગયા. આ અકસ્માતમાં એક ભારતીય પ્રવાસીનું મોત થયું, જ્યારે ન્યૂઝીલેન્ડનો ભારતીય મૂળનો નાગરિક ઘાયલ થયો છે. બંને હેલિકોપ્ટરના પાઇલટ પણ ઈજાગ્રસ્ત થયા છે.

આ અકસ્માત સવારે 8 વાગ્યે 11 મિનિટે સોલુખુમ્બુ જિલ્લાના ફેરીચે હેલિપેડ પર થયો. અહીં ફિશટેલ એર અને એર ડાયનેસ્ટીના હેલિકોપ્ટર ઉતરવાનો પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારે બંને એકબીજા સાથે અથડાઈ ગયા.
સોલુખુમ્બુ જિલ્લા પોલીસ કાર્યાલયના પોલીસ ઇન્સ્પેક્ટર મૌસમ તામાંગના જણાવ્યા મુજબ, ફિશટેલ એરનાં હેલિકોપ્ટરમાં સવાર ભારતીય પર્યટક વસંત કુમાર બાલારામારામાડુનું મોત થયું છે. આ જ હેલિકોપ્ટરમાં સવાર ન્યૂઝીલેન્ડના નાગરિક શૈલેશ કૃષ્ણ પટેલ ઘાયલ થયા છે. તેઓ ભારતીય મૂળના છે.

ઘાયલ શૈલેશને પ્રભુ હેલિકોપ્ટરની મદદથી બચાવીને કાઠમંડુની મેડિસિટી હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા છે. બંને હેલિકોપ્ટરના પાઇલટ્સને પણ સારવાર માટે કાઠમંડુ લઈ જવામાં આવ્યા છે. બીજી તરફ, મૃતક ભારતીય પર્યટકનો મૃતદેહ લુકલા સ્થિત હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *