ભારતની એર સ્ટ્રાઇકમાં આતંકી સરગનાનો બહાવલપુર સ્થિત 18 એકરનો અડ્ડો ધ્વસ્ત
મસૂદની પત્ની, પુત્ર, બહેન અને ભાઇના પરિવાર સહિત 14 સભ્યોને જહન્નુમમાં ધકેલી દેતી ભારતીય મિસાઇલ
ભારત સમાચાર ઓપરેશન સિંદૂરમાં મસૂદ અઝહરનો બહાવલપુરમાં રહેતો આખો પરિવાર બરબાદ થઈ ગયો છે. તેની પત્ની અને પુત્ર સહિત 14 લોકો માર્યા ગયાના અહેવાલો આવ્યા છે. સૂત્રો કહે છે કે જ્યારે ભારતે આતંકવાદી ઠેકાણાઓ પર લક્ષિત હુમલા કર્યા ત્યારે આ બધા લોકો મરકઝ સુભાન અલ્લહા પરિસરમાં હાજર હતા. તે જૈશનું મુખ્ય તાલીમ અને ઓપરેશનલ મુખ્યાલય માનવામાં આવે છે, જ્યાં પુલવામા જેવા હુમલાઓનું કાવતરું ઘડવામાં આવ્યું હતુ.
આતંકી મસુદ અઝહરે પણ પાક. મીડિયા સમક્ષ પોતાનો પરિવાર માર્યો ગયો હોવાના રોદણા રોયા છે.
ઓપરેશન સિંદૂર: એવા અહેવાલો છે કે પાકિસ્તાનના બહાવલપુરમાં જૈશ-એ-મોહમ્મદના મુખ્ય ઠેકાણા મરકઝ સુભાન અલ્લાહ પર ભારતીય સેના દ્વારા કરવામાં આવેલા હુમલામાં મસૂદ અઝહરનો આખો પરિવાર, જેમાં તેની પત્ની, પુત્ર અને મોટી બહેન માર્યા ગયા છે.
ગુપ્તચર સૂત્રોના જણાવ્યા અનુસાર, મૌલાના કાશિફ અને તેમનો પરિવાર, મૌલાના અબ્દુલ રઉફની મોટી પુત્રી, પૌત્ર અને ચાર બાળકો તેમજ અપ્પા સાઉદી અને તેમનો પરિવાર હુમલામાં માર્યા ગયા હોવાની પુષ્ટિ થઈ છે.
ઓપરેશન સિંદૂરનો મુખ્ય ધ્યેય છેલ્લા ત્રણ દાયકામાં ભારતીય ભૂમિ પર મોટા હુમલાઓ માટે જવાબદાર બે આતંકવાદી જૂથો જૈશ-એ-મોહમ્મદ (ઉંયખ) અને લશ્કર-એ-તૈયબાના જેહાદી માળખાને નષ્ટ કરવાનો હતો.
પાકિસ્તાનનું 12મું સૌથી મોટું શહેર જૈશ-એ-મોહમ્મદ (ઉંયખ)નું ઘર છે. લાહોરથી લગભગ 400 કિમી દૂર સ્થિત, તે જામિયા મસ્જિદ સુભાન અલ્લાહ સંકુલમાં જૂથનું સંચાલન કેન્દ્ર છે, જેને ઉસ્માન-ઓ-અલી સંકુલ તરીકે પણ ઓળખવામાં આવે છે.
જામિયા મસ્જિદ ભારત દ્વારા નિશાન બનાવવામાં આવેલા સ્થળોમાંનું એક હતું. આ સંકુલ 18 એકરમાં ફેલાયેલું હોવાનું કહેવાય છે અને તે જૈશના ભરતી, ભંડોળ એકત્ર કરવા અને વિચારધારા માટેનું કેન્દ્ર તરીકે કામ કરે છે.
જૈશ-એ-મોહમ્મદના સ્થાપક મૌલાના મસૂદ અઝહરનો જન્મ બહાવલપુરમાં થયો હતો અને તે ત્યાં ભારે સુરક્ષાવાળા કમ્પાઉન્ડમાં રહે છે.
2002 માં જૈશ-એ-મોહમ્મદ પર સત્તાવાર રીતે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, પરંતુ દંડાત્મક પગલાં ફક્ત કાગળ પર જ લાગુ કરવામાં આવ્યા હતા, જેમાં જૈશ-એ-મોહમ્મદને તેના કેમ્પ ચલાવવાની સંપૂર્ણ સ્વતંત્રતા આપવામાં આવી હતી.
મસૂદે કબુલ્યું મારા પરિવારના 10 મર્યા, હું મરી ગયો હોત તો સારું થાત
ભારતીય સેનાના ઓપરેશન સિંદૂરમાં મસૂદ અઝહરના પરિવારના 14 લોકો માર્યા ગયા હોવાના સમાચાર મળ્યા છે. તેમજ મસૂદ અઝહરનો આતંકવાદી ભાઈ રઉફ અસગર પણ ગંભીર રૂૂપે ઘાયલ થયો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. મૃતકોની યાદીમાં મસૂદ અઝહરનો ભાઈ અને ભારતનો મોસ્ટ વોન્ટેડ આતંકી રઉફ અસગરનો પુત્ર હુઝૈફા પણ સામેલ છે. તેમજ રુઉફ અસગરના ભાઈની પત્નીનું પણ મોત થયુ હોવાના અહેવાલો મળ્યા છે. મસૂદ અઝહરે પોતે આ મુદ્દે ખાતરી કરી છે. મસૂદ અઝહરે જૈશ-એ-મોહમ્મદ તરફથી નિવેદન આપ્યું છે કે, મારા પરિવારના 10 લોકો આ એરસ્ટ્રાઈકમાં માર્યા ગયા છે. મારા ભાઈ, બહેન, પત્ની, પુત્ર મૃત્યુ પામ્યા છે. અન્ય ચાર લોકો પણ મૃત્યું પામ્યા છે. તેઓ અમારા અંગત લોકો હતા. આ હુમલામાં હું પણ મરી ગયો હોત તો સારૂૂ થાત. એક નિવેદનમાં જાણવા મળ્યું છે કે,થમસૂદ અઝહરની મોટી બહેનની સાથે કશફના આખા પરિવારનો સફાયો થયો છે. રઉફ અસગર પોતે અને તેના પૌત્ર-પૌત્રી, બહેન સાદિયાનો પતિ અને સૌથી મોટી દિકરીના ચાર બાળકો ઘાયલ છે. રઉફ અસગરના પુત્ર હુઝૈફા અને ભાઈની પત્નીનું મોત થયુ છે.
