રશિયામાં ભારતીય વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં, શોષણના મામલામાં મોસ્કો સૌથી આગળ

રશિયામાં તાજેતરમાં ચાકૂથી થયેલા હુમલામાં ચાર ભારતીય વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. આ ઘટનાએ વિશ્વભરનું ધ્યાન ખેંચ્યું છે. વિદેશ મંત્રાલયના તાજેતરના ડેટા અનુસાર, વિશ્વભરમાં ભારતીય વિદ્યાર્થીઓ…

રશિયામાં તાજેતરમાં ચાકૂથી થયેલા હુમલામાં ચાર ભારતીય વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. આ ઘટનાએ વિશ્વભરનું ધ્યાન ખેંચ્યું છે. વિદેશ મંત્રાલયના તાજેતરના ડેટા અનુસાર, વિશ્વભરમાં ભારતીય વિદ્યાર્થીઓ દ્વારા દાખલ કરાયેલી ઉત્પીડન અને વંશીય ભેદભાવની 50 ટકાથી વધુ ફરિયાદો રશિયાથી આવે છે, જેમાં મોસ્કો મુખ્ય કેન્દ્ર હતું. 2025માં 196 દેશોમાંથી કુલ 350 ફરિયાદો મળી હતી, જેમાંથી 200થી વધુ ફરિયાદો એકલા રશિયાથી હતી.

છેલ્લા ત્રણ વર્ષમાં આ કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. 2023માં વિદેશથી ભારતીયો પર હુમલાની 68 ફરિયાદો નોંધાઈ હતી, જે 2024 માં વધીને 78 થઈ ગઈ અને 2025માં વધુ વધીને 201 થઈ ગઈ છે.
રશિયામાં મોટાભાગના ભારતીય તબીબી વિદ્યાર્થીઓ રાજસ્થાન, ગુજરાત, આંધ્રપ્રદેશ, તેલંગણા, કેરળ અને તમિલનાડુથી આવે છે. ઓછી ટ્યુશન ફી અને સરળ પ્રવેશ પ્રક્રિયાને કારણે રશિયા તબીબી શિક્ષણ માટે લોકપ્રિય છે, પરંતુ વધતી ફરિયાદો સલામતી પર પ્રશ્નો ઉભા કરે છે.

ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ્સ એસોસિએશનના સભ્યોએ વ્યાપક વંશીય ભેદભાવ, દુર્વ્યવહાર અને સમર્થનનો અભાવ સ્વીકાર્યો છે. ઓલ ઋખૠ સંયોજક ડી. કૌશલે દાવો કર્યો હતો કે રશિયન નિયમો હોવા છતાં કેટલીક યુનિવર્સિટીઓ 1200થી વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ આપે છે અને પછીથી કાઢી મૂકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *