છ દાયકા બાદ ભારતમાં જન્મેલો ક્રિકેટર ઓસ્ટ્રેલિયા વતી રમશે

નિખીલ ચૌધરી સ્પિન બોલિંગમાં માસ્ટર દિલ્હીમાં જન્મેલો 30 વર્ષીય સ્પિન બોલિંગ ઑલરાઉન્ડર નિખિલ ચૌધરી ઑસ્ટ્રેલિયા વતી રમશે. ભારતમાં જન્મેલો કોઈ પુરુષ ક્રિકેટર ઑસ્ટ્રેલિયા વતી રમવાનો…

નિખીલ ચૌધરી સ્પિન બોલિંગમાં માસ્ટર

દિલ્હીમાં જન્મેલો 30 વર્ષીય સ્પિન બોલિંગ ઑલરાઉન્ડર નિખિલ ચૌધરી ઑસ્ટ્રેલિયા વતી રમશે. ભારતમાં જન્મેલો કોઈ પુરુષ ક્રિકેટર ઑસ્ટ્રેલિયા વતી રમવાનો હોય એવું છ દાયકામાં પહેલી વખત બનશે. પંજાબ વતી 14 મેચ રમી ચૂકેલો નિખિલ 2020માં ઑસ્ટ્રેલિયાના ક્વીન્સલેન્ડમાં તેના અંકલને ત્યાં રહેવા ગયો હતો. જોકે કોવિડકાળ લંબાતા તેણે ત્યાં જ રોકાઈ જવું પડ્યું હતું. તેણે કેટલીક નોકરી કરી હતી અને ટપાલી પણ બન્યો હતો. જોકે ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ઑલરાઉન્ડર જેમ્સ હોપ્સનું ધ્યાન નિખિલની સ્પિન બોલિંગ કળા પર પડ્યું હતું અને ત્યાર બાદ નિખિલનું ભાગ્ય પલટાયું અને તેને હવે નાગરિકત્વ મેળવ્યા બાદ ઑસ્ટ્રેલિયા વતી રમવા મળશે. નિખિલ બિગ બેશ લીગમાં પણ રમી ચૂક્યો છે.

ગુજરાતમાં જન્મેલા સ્પિનર રેક્સ સેલર્સ 1964માં કોલકાતા ટેસ્ટમાં ઑસ્ટ્રેલિયા વતી રમ્યા હતા. ગુરિન્દર સંધુ ઑસ્ટ્રેલિયા વતી રમી ચૂક્યો છે, પણ તેનો જન્મ ન્યૂ સાઉથ વેલ્સમાં થયો હતો. તનવીર સંઘા પણ ઑસ્ટ્રેલિયા વતી રમ્યો છે અને તેનો જન્મ પણ ઑસ્ટ્રેલિયામાં થયો હતો. લિસા સ્થલેકરનો જન્મ પુણેમાં થયો હતો અને તે ઑસ્ટ્રેલિયા વતી ટેસ્ટ, વન-ડે તથા ટી-20 મેચો રમી હતી. તે હવે કોમેન્ટેટર બની ગઈ છે અને ઑસ્ટ્રેલિયાની પીઢ મહિલા ખેલાડીઓમાં તેનું પણ નામ લેવાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *