એફઆઇએચ યુથ હોકી વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થયું
ઓમાનમાં અહીં ભારતની સબ જુનિયર મેન્સ હોકી ટીમે આજે પાકિસ્તાનને 3-1થી કચડીને એફઆઈએચ યુથ હોકી-ફાઈવ્ઝ એશિયન ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતી લીધો હતો. ભારત આખી સ્પર્ધામાં અપરાજિત રહ્યું અને હવે સુવર્ણ વિજેતા બનવા બદલ ભારત આવતા વર્ષે યોજાનારા એફઆઈએચ યુથ હોકી-ફાઈવ્ઝ વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થઈ ગયું છે. ભારત વતી રોમિત પાલ, કેપ્ટન કેતન કુશવાહા અને શાહરૂૂખ અલીએ એક-એક ગોલ કર્યો હતો અને પાકિસ્તાનની અપેક્ષાઓ પર પાણી ફેરવી દીધું હતું.
ભારતીય ખેલાડીઓએ શરૂૂઆતથી જ પાકિસ્તાનને દબાણમાં રાખ્યું હતું અને ઝડપી પાસિંગ તેમ જ મજબૂત ડિફેન્સની મદદથી આખી મેચ પર અંકુશ જાળવી રાખ્યો હતો. ભારત વતી પહેલા બે ગોલ અનુક્રમે પાંચમી અને 12મી મિનિટમાં થયા હતા. 13મી મિનિટમાં શાહરૂૂખ અલીએ ગોલ કર્યો હતો. પાકિસ્તાનના મોહમ્મદ ઉસ્માને 16મી મિનિટમાં ગોલ કર્યો હતો જે પાકિસ્તાનનો આ મેચમાં એકમાત્ર ગોલ હતો. જોકે પાકિસ્તાન માટે ત્યારે કમબેક કરવું બહુ મોડું થઈ ગયું હતું.
