IPL-2026માં ભારતનો દબદબો, તમામ ટીમના કેપ્ટન ભારતીય

શનિવારે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને સનરાઇઝ હૈદરાબાદ વચ્ચે બેંગલુરુમાં સીઝનની પ્રથમ મેચ ઇન્ડિયન પ્રીમિયર લીગ 2026ની શરૂૂઆત 28 માર્ચથી થઈ રહી છે. સિઝનની પહેલી મેચ…

શનિવારે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને સનરાઇઝ હૈદરાબાદ વચ્ચે બેંગલુરુમાં સીઝનની પ્રથમ મેચ

ઇન્ડિયન પ્રીમિયર લીગ 2026ની શરૂૂઆત 28 માર્ચથી થઈ રહી છે. સિઝનની પહેલી મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને સનરાઈઝર્સ હૈદરાબાદની વચ્ચે રમાશે. 19મી સિઝનની શરૂૂઆત પહેલા તમામ ટીમોના કપ્તાન સાથે બીસીસીઆઈની એક ખાસ મીટિંગ થઈ. મીટિંગ બાદ તમામ કપ્તાનોએ ટ્રોફી સાથે ફોટોશૂટ કરાવ્યું. આઈપીએલ કપ્તાનોને આ ફોટોશૂટમાં એક ખાસ સંયોગ પણ જોવા મળ્યો હતો.

હકીકતમાં આ ફોટોશૂટનો ખાસ સંયોગ એ રહ્યો કે 19મી સિઝનમાં ટ્રોફી સાથે તમામ 10 ટીમોના કપ્તાન ભારતીય હતા. આઈપીએલ ઇતિહાસના આ દાયકામાં પહેલીવાર આવું થયું છે, જ્યારે ટ્રોફી માટે ફોટોશૂટમાં એક પણ વિદેશી કપ્તાન નથી દેખાયા.

આપને જણાવી દઈએ કે, છેલ્લા કેટલાય વર્ષોમાં આઈપીએલ ટીમોનો ટ્રેન્ડ બદલાયો છે. આઈપીએલ ટીમો હવે કપ્તાન તરીકે ભારતીય ખેલાડીઓ પર વધારે વિશ્વાસ મૂકી રહ્યા છે. આ જ કારણ છે કે હવે વધુમાં વધુ કપ્તાનો દેખાઈ રહ્યા છે. જોકે એવું નથી કે આ લીગમાં એક પણ વિદેશી કપ્તાન નથી. સનરાઈઝર્સ હૈદરાબાદની કમાન ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ફાસ્ટ બોલર પેટ કમિન્સના હાથમાં છે. કમિન્સની કપ્તાનીમાં જ સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ આઈપીએલ 2024ની ફાઇનલમાં પહોંચી હતી.

ત્યાર બાદથી પેટ કમિન્સ સતત સનરાઈઝર્સ હૈદરાબાદની કપ્તાની કરી રહ્યા છે. આઈપીએલ 2026માં કમિન્સ જ ટીમના કપ્તાન છે, પણ ઈજાના કારણે તે શરૂૂઆતી મેચોમાંથી બહાર રહેશે, જેના કારણે સનરાઈઝર્સની ટીમે વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશનને કમાન સોંપી છે. આવા સમયે જ્યાં સુધી પેટ કમિન્સની સનરાઈઝર્સની ટીમમાં વાપસી નથી થતી, ત્યાં સુધી ઈશાન કિશન કપ્તાન રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *