ભારત આશ્રિત શેખ હસીના બાંગ્લાદેશ જવા તૈયાર

ઢાકામાં યોજાયેલી તેમના પક્ષ અવામી લિગની વર્કિંગ કમિટીમાં વીડિયો કોન્ફરન્સથી જોડાયા બાદ બાંગ્લા પૂર્વ વડાપ્રધાને કહ્યું- વતન પરત ફરવું પડશે બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાને મજબૂરીમાં…

ઢાકામાં યોજાયેલી તેમના પક્ષ અવામી લિગની વર્કિંગ કમિટીમાં વીડિયો કોન્ફરન્સથી જોડાયા બાદ બાંગ્લા પૂર્વ વડાપ્રધાને કહ્યું- વતન પરત ફરવું પડશે

બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાને મજબૂરીમાં પોતાનો દેશ છોડવો પડ્યો હતો. તેઓ જુલાઈ 2024ના વિદ્રોહમાં જેમ તેમ કરી જીવ બચાવી ભારતમાં શરણ લેવા આવ્યા હતા. ત્યારથી લઈ અત્યાર સુધી તેઓ અહીંયા જ છે અને બાંગ્લાદેશથી તેમને વારંવાર પરત મોકલવાની ડિમાન્ડ થઈ રહી છે. તો વળી ચૂંટણીમાં અવામી લીગ સાથે થયેલા અન્યાયને લઈને શેખ હસીનાએ અવાજ ઉઠાવ્યો હતો. હાલમાં જ તેમણે બાંગ્લાદેશ વાપસીની તૈયારી કરી લીધી છે. શેખ હસીનાએ દિલ્હીમાં બેઠક બાદ એક મોટી જાહેરાત કરી છે, જે બાદ ઢાકામાં હલચલ તેજ થઈ ગઈ છે.

પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીનાએ દિલ્હીમાં બેસીને પોતાની પાર્ટીના નેતાઓ સાથે મીટિંગ કરી છે. તેઓ મંગળવારે ઢાકામાં થયેલી આવામી લીગની વર્કિંગ કમિટીની બેઠકમાં દિલ્હીથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જોડાયા હતા. આ દરમિયાન તેમણે બાંગ્લાદેશ પરત ફરવાને લઈને જાહેરાત કરી દીધી છે. શેખ હસીનાએ કહ્યું કે માનસિક અને શારીરિક રીતે તૈયાર થઈ જાવ. હવે બધાને પોતાના વતન પરત ફરવું પડશે અને રસ્તા પર ઉતરી સંઘર્ષ કરવો પડશે. તેમણે કહ્યું કે, બોરિયા-બિસ્તરા બાંધી લો, હવે દેશ પરત ફરી મેદાનમાં ઉતરવાનો સમય આવી ગયો છે.

શેખ હસીના એવા સમયે પરત ફરવાની વાત કરી રહ્યા છે, જ્યારે બાંગ્લાદેશમાં તેમને ફાંસીએ લટકાવવાની સજા સંભળાવી છે અને તેમની પાર્ટી પર કેટલાય પ્રકારના પ્રતિબંધો લગાવેલા છે. પોતાના નિવેદનમાં હસીનાએ હાલમાં જ બાંગ્લાદેશની ચૂંટણીને ફગાવી દેવાની વાત કહી છે. તેમણે આ ચૂંટણીને એક મજાક ગણાવી હતી અને દાવો કર્યો કે, જનતાએ વોટિંગનો બહિષ્કાર કર્યો હતો. તેમણે કહ્યું કે, 60 ટકા વોટિંગના આંકડા બિલકુલ નકલી છે, કેમ કે ચૂંટણી પહેલા જ બેલેટ બોક્સ ભરી દીધા હતા.

હસીનાએ મોહમ્મદ યુનુસની વચગાળાની સરકાર અને તારિક રહેમાનના પ્રભાવવાળી વ્યવસ્થાને ડાયરેક્ટ પડકાર ફેંક્યો છે. તેમણે પોતાની પાર્ટી પર લાગેલા પ્રતિબંધો ગેરકાયદેસર ગણાવતા કહ્યું કે, યુનુસ સરકાર ખુદ ગેરકાનૂની હતી, એટલા માટે તેમના આદેશ પણ મહત્ત્વના નથી. તેમણે ચેતવણી આપી છે કે જો સરકારે આવામી લીગ પરથી પ્રતિબંધ ન હટાવ્યો તો પાર્ટી પોતાની રણનીતિ ખુદ નક્કી કરશે અને કડક પગલાં ઉઠાવશે.

હસીનાના આ આત્મવિશ્વાસે પાર્ટીના કાર્યકર્તામાં નવો પ્રાણ ફૂંકી દીધો છે. રાજકારણમાં પણ હવે ચર્ચા જોરશોરથી થવા લાગી છે કે હસીના શું સાચે બાંગ્લાદેશ પરત ફરી રહ્યા છે અને શું તેઓ ફરી એક વાર મોટા પાયે હિંસા અથવા આંદોલનની શરૂૂઆત થવાની છે?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *