એશિયન લીજેન્ડ્સ લીગમાં ભારતે પાકિસ્તાનને 2 વિકેટે ધૂળ ચડાવી

એશિયન લીજેન્ડ્સ લીગ 2026ની છઠ્ઠી મેચ ઇન્ડિયન રોયલ્સ અને પાકિસ્તાન પેન્થર્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ઇન્ડિયન ટીમે શાનદાર પ્રદર્શન કરતા પાકિસ્તાન પેન્થર્સને બે વિકેટ…

એશિયન લીજેન્ડ્સ લીગ 2026ની છઠ્ઠી મેચ ઇન્ડિયન રોયલ્સ અને પાકિસ્તાન પેન્થર્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ઇન્ડિયન ટીમે શાનદાર પ્રદર્શન કરતા પાકિસ્તાન પેન્થર્સને બે વિકેટ હરાવ્યું છે. આ મેચમાં ઇન્ડિયન રોયલ્સની ટીમ માટે ઋષિ ધવન અને સરુલ કંવરે જોરદાર બેટિંગ કરી હતી. જ્યારે બોલિંગમાં શાદાબ જકાતી અને સુબોધ ભાટીએ 2-2 વિકેટ લીધી હતી.

ઋષિ ધવને આ મેચમાં 50 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જ્યારે બોલિંગમાં પણ તેણે 1 વિકેટ ઝડપી હતી. આ ટુર્નામેન્ટમાં ઇન્ડિયન રોયલ્સ ટીમની સતત બીજી જીત છે. આ પહેલા તેણે બાંગ્લાદેશ ટાઇગર્સને હરાવી હતી. ઇન્ડિયન રોયલ્સે આ મેચમાં ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પહેલા બેટિંગ કરવા ઉતરેલી પાકિસ્તાન પેન્થર્સના ઓપનર મોહમ્મદ યાસિર માત્ર 6 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. ત્યારબાદ કેપ્ટન ઇમરાન નઝીરે 29 બોલમાં 47 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી. પોતાની ઇનિંગ્સ દરમિયાન તેણે 6 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા.

જ્યારે ઇબરાર અટ્ટા અને તૌફીક ઉમરે 39-39 રનનું યોગદાન આપ્યું હતું. યાસિર શાહે 10 રન બનાવ્યા હતા. પાકિસ્તાન પેન્થર્સની ટીમે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 167 રન બનાવ્યા હતા. ઇન્ડિયન રોયલ્સ તરફથી શાદાબ જકાતી અને સુબોધ ભાટીએ 2-2 વિકેટ ઝડપી હતી.168 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઇન્ડિયન રોયલ્સની ટીમે 17.4 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 171 રન બનાવી 2 વિકેટે રોમાંચક જીત નોંધાવી હતી. કેપ્ટન નમન ઓઝાનું બેટ આ મેચમાં પણ શાંત રહ્યું અને તે માત્ર 4 રન બનાવી આઉટ થયો હતો. અભિષેક જલોટાએ 19 બોલમાં 30 રનની ઇનિંગ્સ રમી હતી.

ઓલરાઉન્ડર ઋષિ ધવને 33 બોલમાં 50 રનની અડધી સદી ફટકારી હતી. પોતાની ઇનિંગ્સ દરમિયાન તેણે 5 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. જ્યારે સરુલ કંવરે 29 બોલમાં 46 રનનું મહત્વનું યોગદાન આપ્યું હતું, જેમાં 3 ચોગ્ગા અને 4 છગ્ગાનો સમાવેશ થાય છે. અનુરીત સિંહે માત્ર 6 બોલમાં અણનમ 16 રન બનાવી ટીમને જીત અપાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *