ગર્લફ્રેન્ડ માહિકા શર્મા સાથે તિરૂપતિ મંદિરે પહોંચ્યા હાર્દિક

ગર્લફ્રેન્ડ માહિકા શર્મા હાર્દિક પંડ્યા ભગવાન શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા ભગવાનના દર્શન કરીને આશીર્વાદ લીધા અને પૂજા-અર્ચના કરી હતી. શ્રી વેંકટેશ્વર સ્વામી…

ગર્લફ્રેન્ડ માહિકા શર્મા હાર્દિક પંડ્યા ભગવાન શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા ભગવાનના દર્શન કરીને આશીર્વાદ લીધા અને પૂજા-અર્ચના કરી હતી. શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરે દર્શન કરવા પહોંચેલા હાર્દિક પંડ્યા અને માહિકા શર્માના ફોટા તથા વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ ગયા છે.
આ દરમિયાન સૌથી વધુ ચર્ચા હાર્દિકના નવા લુકને લઈને થઈ રહી છે.

તેમણે મુંડન કરાવ્યું છે. હાર્દિક પંડ્યા મંદિરમાં સફેદ કુર્તા-પાયજામા પહેરીને જોવા મળ્યા હતા. તેમના ગળામાં લાલ રંગનો દુપટ્ટો હતો અને કપાળ પર તિલક લગાવેલું હતું. મંદિરમાંથી બહાર નીકળ્યા બાદ તેમણે પ્રસાદ લીધો અને હાથ જોડીને મીડિયા સમક્ષ અભિવાદન પણ કર્યું. તેમના આ સાદા અને ધાર્મિક અંદાજે ચાહકોનું દિલ જીતી લીધું છે. બીજી તરફ હાર્દિક પંડ્યાની ગર્લફ્રેન્ડ માહિકા શર્મા પણ પરંપરાગત સલવાર-સૂટમાં જોવા મળી હતી. માહિકાએ પણ કપાળ પર તિલક લગાવ્યું હતું. ખુલ્લા વાળ અને નો-મેકઅપ લુકમાં માહિકાની સાદગી ફેન્સને ખૂબ પસંદ આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *