ઇઈઈઈં દ્વારા આ મહિનાના અંતમાં શરૂૂ થવા જઈ રહેલા એશિયા કપ 2026 માટે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. આ ટૂર્નામેન્ટ માટે પસંદગીકારોએ લગભગ એ જ ટીમ જાળવી રાખી છે, જે આવતા મહિને એશિયન ગેમ્સમાં મેદાનમાં ઉતરવાની છે. ટીમમાં કેટલાક મહત્વના ફેરફારો થયા છે.
શાનદાર ફોર્મમાં હોવા છતાં યાસ્તિકા ભાટિયાને પડતી મૂકીને 18 વર્ષીય જી. કમલિનીને તક અપાઈ છે. જ્યારે ઇજાગ્રસ્ત શ્રેયંકા પાટિલની જગ્યાએ લેગ-સ્પિનર પ્રેમા રાવતને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. નવાઈની વાત એ છે કે, તાજેતરમાં જ લોર્ડ્સ ટેસ્ટમાં જોરદાર સદી ફટકારવા છતાં યાસ્તિકા ભાટિયાને આ વખતે ટીમમાં જગ્યા મળી નથી. પસંદગીકારોએ તેના પર વિશ્વાસ બતાવવાને બદલે 18 વર્ષની યુવા વિકેટકીપર-બેટર જી. કમલિનીને સ્ક્વોડમાં સામેલ કરી છે.
ટીમમાં બીજો સૌથી મોટો ફેરફાર શ્રેયંકા પાટિલને લઈને છે. શ્રેયંકા હજુ પણ પોતાની પગની ઘૂંટીની ઈજામાંથી સંપૂર્ણપણે સાજી થઈ શકી નથી, જેના કારણે તેને એશિયા કપની ટીમમાંથી બહાર રાખવામાં આવી છે. હવે પસંદગીકારોએ એશિયા કપમાં પણ પ્રેમા રાવતને જ જાળવી રાખી છે.
અગાઉ 30 જૂને જ્યારે એશિયન ગેમ્સ માટેની ટીમ જાહેર થઈ ત્યારે શ્રેયંકાનું નામ તેમાં હતું, પણ તેની પસંદગી ફિટનેસ ટેસ્ટ પાસ કરવા પર નિર્ભર હતી. બીજી તરફ, 24 વર્ષીય પ્રેમા રાવતની વાત કરીએ તો, તેને વર્લ્ડ કપમાં માત્ર 1 જ મેચ રમવા મળી હતી. સાઉથ આફ્રિકા સામેની તે એકમાત્ર મેચમાં તેણે 2 બોલમાં અણનમ 3 રન બનાવ્યા હતા અને બોલિંગમાં 2 ઓવર નાખીને 21 રન આપ્યા હતા.
જોકે એશિયા કપનું સત્તાવાર શેડ્યૂલ હજુ જાહેર કરવામાં આવ્યું નથી, પણ એવું મનાય છે કે આ ટૂર્નામેન્ટ ઓગસ્ટના અંતથી શરૂૂ થઈને સપ્ટેમ્બરના મધ્ય સુધી ચાલશે. આ ટૂર્નામેન્ટ પૂરી થયાની તરત જ 17 થી 22 સપ્ટેમ્બર વચ્ચે જાપાનમાં એશિયન ગેમ્સનું આયોજન થશે. હાલની વાત કરીએ તો, ભારતીય ટીમની 4 સ્ટાર ખેલાડીઓ – વાઇસ-કેપ્ટન સ્મૃતિ મંધાના, જેમીમા રોડ્રિગ્સ, દીપ્તિ શર્મા અને રિચા ઘોષ અત્યારે ઇંગ્લેન્ડમાં ચાલી રહેલી ’ધ હંડ્રેડ’ (ઝવય ઇીંક્ષમયિમ) લીગમાં રમી રહી છે.
એશિયા કપ માટે મહિલા ટીમ
હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઇસ કેપ્ટન), શેફાલી વર્મા, જેમીમા રોડ્રિગ્સ, ભારતી ફુલમાલી, રિચા ઘોષ (વિકેટકીપર), જી. કમલિની (વિકેટકીપર), દીપ્તિ શર્મા, રાધા યાદવ, પ્રેમા રાવત, અરુંધતી રેડ્ડી, ક્રાંતિ ગૌડ, રેણુકા સિંહ, એન. શ્રી ચારણી, નંદની શર્મા.
રિઝર્વ ખેલાડીઓમાં પ્રતિકા રાવલ, ઉમા છેત્રી (વિકેટકીપર), વૈષ્ણવી શર્મા, સયાલી સતઘરે, મિન્નુ મણિનો સમાવેશ થાય છે.
