દુબઈના ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી ચેમ્પિયન્સ ટ્રોફીની સેમીફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને જીતવા માટે 265 રનનો ટાર્ગેટ આપ્યો છે. ઓસ્ટ્રેલિયા તરફથી કેપ્ટન સ્ટીવ સ્મિથે સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે 73 રનની સારી ઇનિંગ રમી હતી. ભારત તરફથી ઝડપી બોલર મોહમ્મદ શમીએ 3 વિકેટ ઝડપી હતી જેમાં સ્મિથની મહત્વની વિકેટ સામેલ હતી.ઓસ્ટ્રેલિયાની ટીમે 10 વિકેટ ગુમાવી 264 રન બનાવ્યા છે.
પહેલા બેટિંગ માટે ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમના પહેલો મોટો ઝટકો વિસ્ફોટક બેટર ટ્રેવિસ હેડના રુપમમાં લાગ્યો. વરુણ ચક્રવર્તીએ તેને ગિલને હાથે કેચઆઉટ કરાવી દેતાં ભારતને મોટી રાહત મળી હતી અને અહીં પછી ભારતે બોલિંગ કડક કરતાં ઓસ્ટ્રેલિયાની ધડાધડ વિકેટ પડી હતી.
ટોસ જીતીને પહેલા બેટિંગ કરતાં ઓસ્ટ્રેલિયા 264 રનમાં ઓલઆઉટ થયું હતું. તેની શરુઆત જ ઘણી કંગાળ રહી. પહેલી જ ઓવરમાં મોહમ્મદ શમીએ ઓપનર કૂપર કોનોલીને વિકેટ કિપરને હાથે કેચ આઉટ કરાવી દીધો હતો, આમ કોનોલી ખાતું ખોલાવ્યાં વગર પેવેલિયન ભેગો થયો હતો. આ પછી ટ્રેવિસ હેડે કેટલાક આકર્ષક શોટ રમ્યા, પરંતુ વરુણ ચક્રવર્તી આવતાની સાથે જ તેણે ટ્રેવિસ હેડને તેની ઓવરના બીજા બોલ પર શુભમન ગિલના હાથે કેચ આઉટ કરાવતાં ભારતને મોટી રાહત મળી હતી. ટ્રેવિસ હેડ 39 રન બનાવીને આઉટ થયો હતો. માર્નસ લાબુશેન 36 બોલમાં 29 રન બનાવીને આઉટ થયો હતો. લાબુશેને સ્મિથ સાથે ત્રીજી વિકેટ માટે 56 રનની ભાગીદારી કરી. કેપ્ટન સ્ટીવ સ્મિથ અને જોશ ઇંગ્લિશ ક્રીઝ પર છે. કેપ્ટન સ્ટીવ સ્મિથે સૌથી વધુ 73 રનની ઇનિંગ રમી હતી. જ્યારે એલેક્સ કેરીએ 61 રન બનાવ્યા. એક સમયે કાંગારૂ ટીમ મોટા સ્કોર તરફ આગળ વધી રહી હોય તેવું લાગતું હતું પરંતુ ભારતીય બોલર્સે ઓસ્ટ્રેલિયન બેટર્સ પર લગામ કસી હતી.
મોહમ્મદ શમીએ 3 વિકેટ લીધી
ઝડપી બોલર મોહમ્મદ શમીએ 10 ઓવરમાં 48 રન આપીને સૌથી વધુ 3 વિકેટ લીધી હતી. સ્પિનરો વરુણ ચક્રવર્તી અને રવિન્દ્ર જાડેજાએ 2-2 વિકેટ લીધી હતી. અક્ષર પટેલ અને હાર્દિક પંડ્યાએ એક-એક વિકેટ લીધી હતી.
ભારતીય ટીમ: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), અક્ષર પટેલ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી અને મોહમ્મદ શમી.
ઓસ્ટ્રેલિયન ટીમ : કૂપર કોનોલી, ટ્રેવિસ હેડ, સ્ટીવ સ્મિથ (કેપ્ટન), માર્નસ લાબુશેન, જોશ ઇંગ્લિસ (વિકેટકીપર), એલેક્સ કેરી, ગ્લેન મેક્સવેલ, બેન દ્વારશીસ, નાથન એલિસ, એડમ ઝંપા, તનવીર સંઘા