છાત્રાલયમાં ગંદકી થતી હોવાથી પ્રમુખે પાર્સલ સુવિધા બંધ કરતા કાફે સંચાલકે ધમકી આપી
બ્રહમસમાજની છાત્રાલયમાં સેવા આપતા યુવાનને પણ ધમકી આપતા બીજો ગુનો નોંધાયો
કાલાવડ રોડ પર આવેલી પૂજય મણીમાં ક્ધયા સંસ્કાર કેન્દ્ર નામની સંસ્થાના પ્રમુખ જયશ્રીબેન રાજેશભાઈ મહેતા (ઉ.વ.50, રહે.ગ્રીન એવન્યુ સોસાયટી,પ્રશીલ પાર્ક, નિલસિટી કેમ્પસની અંદર, યુનિ. રોડ)ને ફોન કરી જય રાવલ, ધર્મેશ દેશી અને ભાવેશ વણવીએ અપશબ્દો કહી હોસ્ટેલની છાત્રાઓ અને તેની ઉપર ચારીત્ર્યહીનનો આળ મુકયાની ગાંધીગ્રામ-2 પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
જયશ્રીબેને આક્ષેપો સાથે પોલીસને જણાવ્યું કે, તે છેલ્લા દોઢેક વર્ષથી પ્રમુખ તરીકે છે.ગઈ તા. 17નાં રાત્રે તે ઘરે હતા ત્યારે તેને ફોન આવ્યો હતો અને કોલ કરનારે હું ભાગ્યેશ પંડયા, તમારી હોસ્ટેલની બાજુમાંથી બોલુ છું, તમારી આ સંસ્થા ગર્લ્સની છે છતા બોયઝને ત્યાં આવવાની પરમીશન કેમ આપો છો.’ કહેતાં તેને અમારી જ જ્ઞાતિના દિકરા-દીકરીઓ હોય તે સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી માટે આવતા હોય તેમ જણાવ્યું હતું.છતાં ભાગ્યેશ વધુ પ્રશ્નો પૂછતા તેને હું તમારા પ્રશ્નોના જવાબ દેવા બંધાયેલ નથી,તેની માટે તમારે સંસ્થાના મેનેજમેન્ટને મળવું પડે. કહેતા તે અપશબ્દો બોલવા લાગતા ફોન કટ કરી નાખ્યો હતો.
બીજા દિવસે સંસ્થાના ઉપપ્રમુખ જસ્મીનભાઈ માઢક અને અન્ય જયેશભાઈ દવે દ્વારા જાણવા મળ્યું હતું કે તેની સાથે વાત થઈ હતી તેનું રેકોર્ડિંગ વાયરલ કરેલ હતું.જે સાંભળતા પૂરી વાતનું રેકોર્ડિંગ મુકેલ ન હતું.કાપી-કાપીને મુકેલ હતું.જેથી તેની સંસ્થા અને તેનું નામ બદનામ થાય તેવું રેકોર્ડિંગ મુકેલ હતું.જસ્મીનભાઈ દ્વારા ભાગ્યેશને કોલ કરાતાં તેની જય રાવલ સાથે વાત થઈ હતી. તેણે જણાવ્યું હતું કે,આ ઓડીયો રેકોર્ડીંગ ધર્મેશ દોશી અને ભાવેશ વણવીએ કરેલ છે.
તેની સંસ્થાની હોસ્ટેલ નજીક હટકે ફાસ્ટ ફૂડ છે તે આરોપીઓનું હોવાથી તેની હોસ્ટેલમાં પાર્સલ સુવિધા બંધ કરતાં નુકસાન થતા આ કૃત્ય કર્યાનું જાણવા મળતા અંતે ફરિયાદ નોંધાવી હતી.
જ્યારે બીજી ફરિયાદમાં ઈમ્પોર્ટ એક્સપોર્ટનો વ્યવસાય કરતાં અને રૈયા ટેલિફોન એક્સચેંજ પાસે આવેલી બ્રહ્મસમાજની છાત્રાલયમાં પ્રમુખ તરીકે સેવા આપતાં બંકીમભાઈ કાંતિભાઈ મહેતા (ઉ.વ.42)એ પણ ફરિયાદ નોંધાવી હતી અને તેમાં આરોપી તરીકે ભાવેશ વણવી, ધર્મેશ દોશી અને એક મહિલા હોવાનું કહ્યું હતું.બંકીમભાઇએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા.21ના આરોપીઓએ ફોન કરીને કહ્યું હતું કે, અમારા ભાગીદાર ધર્મેશ દોશી સાથે શું માથાકૂટ છે, તેમ કહી ગાળો ભાંડી હતી અને ધમકી આપતા કહ્યું હતું કે, યુ.પી.માં 1500માં કટ્ટા મળે છે, તું પણ રાજકોટમાં રહે છે, તને મારતા પણ વાર લાગશે નહીં, મહિલાએ પણ ગાળો ભાંડી હતી.
