ખીરસરાના વ્યાજખોરનો આતંક, વેપારીના દાગીના અને મોટર સાઇકલ પડાવી લીધું

લોધિકાના મેટોડામાં રહેતા વેપારીએ ખીરસરાના નામચીન શખ્સ પાસેથી વ્યાજે લીધેલ રૂૂપિયાનું વ્યાજ ચૂકવી દીધા છતાં વ્યાજખોરે વેપારીના દાગીના અને મોટરસાયકલ પડાવી લેતા આ મામેલે મેટોડા…

લોધિકાના મેટોડામાં રહેતા વેપારીએ ખીરસરાના નામચીન શખ્સ પાસેથી વ્યાજે લીધેલ રૂૂપિયાનું વ્યાજ ચૂકવી દીધા છતાં વ્યાજખોરે વેપારીના દાગીના અને મોટરસાયકલ પડાવી લેતા આ મામેલે મેટોડા પોલીસમાં વ્યાજખોર સામે ફરિયાદ નોંધાઈ છે. ખીરસરાના નામચીન શખ્સ સામે વ્યાજખોરીની ચાલુ મહિનામાં બીજી ફરિયાદ નોંધાઈ છે.

મળતી વિગતો મુજબ ગોંડલ વિજયનગર વોરા કોટડા રોડના વતની હાલ મેટોડા જી.આઈ.ડી.સી આસ્થા વિલેજ જલારામ પાર્ક મકાન નં-8માં રહેતા વેપારી ચેતનભાઈ અશોકભાઈ પાંચાણીએ ખીરસરાના નામચીન જીતેન્દ્ર અમૃત રત્નોતર સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ આશરે એકાદ વર્ષ પહેલા ચેતનભાઈને ધંધો કરવો હોય પૈસાની ખાસ જરૂૂર પડેલ ત્યારે મીત્ર ખીરસરા ગામના જીતેન્દ્રભાઇ ચાવડા મારફતે ખીરસરા ગામના જીતેન્દ્રભાઇ રત્નોતરની મુલાકાત થઇ હતી ચેતનભાઈને રૂૂ. 80, 000 ની જરૂૂરત હોય 10% વ્યાજે પત્નીના ઘરેણામાંથી સોનાની બુટીની જોડ અને ચાંદલો જીતેન્દ્રભાઇ રત્નોતર ને ગીરવે મૂકી રૂૂ. 80,000 માસીક 10% ના વ્યાજે લીધા હતા.

ચેતનભાઈએ સાતેક મહીના પહેલા વ્યાજનો હપ્તો ચુકાઇ ગયેલ હોય જેથી જીતેન્દ્રએ તેમને મેટોડા જી.આઈ.ડી.સી બોલાવી ગાળો આપી હતી. અને પેનલ્ટી સાથે વ્યાજ નો હપ્તો ભરવા ધમકાવ્યો હતો. અને સોનાની બે વીટી તથા એક પેન્ડલ તથા એક બ્રેસલેક અને એક ચેન જીતેન્દ્ર રત્નોતરે બળજબરીથી કઢાવી લીધેલ અને ત્યાર પછી ચારેક મહીના પહેલા ચેતનભાઈને વધુ રૂૂપિયાની જરૂૂર પડેલ ત્યારે ફરી જીતેન્દ્ર રત્નોતર પાસેથી રૂૂ.40,000 માસીક 10% ના વ્યાજથી લીધેલ ત્યારે મીત્ર મયુરભાઈ નાજાભાઈ સાવધરીયાનુ એકટીવા મોટર સાયકલ ગીરવે મુક્યું તેમજ બે સહી વાળા કોરા ચેક સીકયુરીટી પેટે આપેલ હતા. ચેતનભાઈએ જીતેન્દ્ર રત્નોતરને વ્યાજ તથા મુદ્દલ થઇને કટેક કટકે રૂૂ.2. 50 લાખ ચૂકવી આપ્યા છતાં જીતેન્દ્ર રત્નોતરને ચેતનભાઈએ આપેલ સોનાના ઘરેણા તથા ચેક અને એકટી વા મોટર સાયકલ પરત નહી આપતા પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *