ગયા બજેટમાં રૂા. 2334 કરોડની આવકના અંદાજ સામે રૂા. 435 કરોડ ઓછા આવતા ખર્ચમાં રૂા. 915 કરોડનું ગાબડું

  મનપાનું બજેટ કે આંકડાની માયાજાળ ? ગયા વર્ષે રૂા.2472.44 કરોડના એસ્ટિમેટ સામે માંડ રૂા. 1567.76 કરોડનું ખરેખર બજેટ વપરાયું આજે રાજકોટ મહાનગર પાલિકાનું વર્ષ…

 

મનપાનું બજેટ કે આંકડાની માયાજાળ ?

ગયા વર્ષે રૂા.2472.44 કરોડના એસ્ટિમેટ સામે માંડ રૂા. 1567.76 કરોડનું ખરેખર બજેટ વપરાયું

આજે રાજકોટ મહાનગર પાલિકાનું વર્ષ 2024-25 માટેનુ અંદાજપત્ર રજુ થયું હતુ. સાથે જ વર્ષ 2023-24 માટે થયેલ ખર્ચ-આવકના આંકડા પણ રજૂ કરાયા હતા. આ બંને આંકડા પરથી સ્પષ્ટ વિગતો સામે આવી છે કે, અંદાજપત્રમાં માત્ર આંકડાની માયાજાળ ઉભી કરવામાં આવે છે અને વાસ્તવિકમાં ખર્ચ અને અંદાજ વચ્ચે કયાંય મેળ બેસતો નથી. વર્ષ 2023-24ના સુધારેલ અંદાજમાં રૂા. 2334 કરોડના મુડી આવકના અંદાજ સામે રૂા.435.2 કરોડની આવક ઘટી હતી. રૂા.1899.96 કરોડ આવતા ખર્ચ પણ ઘટી ગયો હતો.

વર્ષ 2023-24 મા બજેેટના એસ્ટીમેટ અને ખરેખર સરવૈયામા મુખ્યત્વે મુડી આવક એટલે કે સરકારમાંથી આવક ગ્રાંટ અને જમીન-શોપીંગ સેન્ટના વેચાણથી થતી આવક હોય છે. વર્ષ 2023-24 ના બજેટમા જમીન વેચાણ પેટે 400 કરોડ અને શોપીંગ સેન્ટર વેચાણ પેટે 16.36 કરોડની મુડી આવક થશે તેવો અંદાજ મુકાયો હતો પરંતુ આ જમીનના વેચાણ કોર્ટ કેસ કે અન્ય કારણોને લીધે અટકી ગયા છે. પરીણામે કોર્પોરેશનને મુડી આવકમા મોટુ ગાબડું પડી ગયુ હતુ. વર્ષ 2023-24 ના રજુ કરેલા અંદાજમા મ્યુનિસિપલ કમિશનરે 1292.15 કરોડની મુડી આવક બતાવી હતી. પરંતુ આજે રજુ થયેલા આંકડા પ્રમાણે મુડી આવક ફકત 946.40 કરોડની આવી હતી. જેને પરીણામે ખર્ચમા પણ બજેટના અંદાજ કરતા ઘણો બધો કાપ મુકવો પડયો હતો. મહેસુલી ખર્ચમા કરકસરતા દાખવતા 871.95 કરોડના અંદાજ સામે 798.83 કરોડનો ખર્ચ થયો હતો. જયારે 1488.33 કરોડના મુડી ખર્ચ સામે ફકત 646.41 કરોડનો મુડી ખર્ચ જ થઇ શકયો હતો અને રૂા. 501.70 કરોડની સિલક બેલેન્સ સીટમા દર્શાવાઇ છે.

 

 

  • બજેટ હાઈલાઈટ્સ
  • રૂા. 1.08 કરોડના ખર્ચે 9 આંગણવાડી બનશે
  • સેન્ટ્રલઝોનમાં ચાર સ્માર્ટ આંગણવાડીનું થશે નિર્માણ
  • મહિલા કોલેજ અંડરબ્રીજ ખાતે પમ્પીંગ સ્ટેશન
  • રિબડા ફિલ્ટર પ્લાન્ટ ખાતે 3 કરોડના ખર્ચે જીએસઆર
  • મુંજકા ખાતે 6 કરોડના ખર્ચે જીએસઆર
  • ન્યારી ખાતે 5 કરોડના ખર્ચે નવો ફિલ્ટર પ્લાન્ટ
  • વોર્ડ નં. 12માં ગ્રીન લાઈબ્રેરી બનશે
  • રૂા. 59 લાખના ખર્ચે લાઈબ્રેરીના પુસ્તકો અને રમકડાની ખરીદી
  • ઘંટેશ્ર્વર અને મોટા મૌવા ટીપી સ્કીમ નં. 44 તથા 66 બનશે
  • કુલ નવી 11 ગ્રાફ્ટ ટીપી સ્કીમ બનાવવાનુું આયોજન
  • લાઈન ઓફ પબ્લીક સ્ટ્રીટ હેઠળ સાત રસ્તાઓનું વિસ્તરણ
  • પારડી રોડ ખાતે 26 કરોડના ખર્ચે સ્પોર્ટસ સંકુલ
  • વોર્ડ નં. 6, 7, 10 અને 11માં નવી વોર્ડ ઓફિસ
  • કટારિયા ચોકડી સહિત 9 ઓવરબ્રીજ બનાવવાનું આયોજન
  • માધાપર ખાતે રખડતા કુતરાઓને ટ્રેન કરવા ડોગ ફ્રેન્ડલી સેન્ટર
  • સોખડા-કોઠારિયા, રૈયાધાર ખાતે નવી એનિમલ હોસ્ટેલ
  • નવા બે 300 કિલો વોટના રૂફટોપ સોલાર પ્લાન્ટ
  • શહેરના ન્યુસન્સ પોઈન્ટની દૈનિક થશે સફાઈ
  • સેમ્પલ પરિક્ષણ માટે આધુનિક ફૂડ લાઈબ્રેરીનું નિર્માણ
  • અલગ અલગ વોર્ડમાં નવ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર
  • લગ્ન નોંધણી પ્રક્રિયા સંપૂર્ણ ઓનલાઈન થશે
  • વ્યક્તિગત સેવાઓ માટે એઆઈ પાવર એડ ડેસ્કબોર્ડ ફરિયાદ નિવારણ માટે ઓડિટ સેલની રચના
  • એઆઈના ઉપયોગથી નાગરિકો માટે સેલ્ફ સર્વિસ પોર્ટલ
  • મનપાની દરેક સેવાઓ માટે ફક્ત એક જ મોબાઈલ નંબર
  • ફાયર વિભાગ માટે 55 નવા વાહનોની થશે ખરીદી
  • શહેરમાં અલગ અલગ સાત સ્થળે નવા ફાયર સ્ટેશનો બનશે
  • ફાયર વિભાગ માટે 696 સ્ટાફની કરાશે ભરતી
  • ખાનગી અને જાહેર જગ્યાઓ ઉપર વૃક્ષોનું મેપીંગ કરી ડેટાબેઝ તૈયાર કરાશે
  • વરસાદી પાણીના નિકાલ માટે માસ્ટર પ્લાન
  • ઘર વિહોણા લોકો માટે 328 બેડનુ રેનબસેરા
  • ડ્રેનેજ માટે 3 રોબોટીક ક્લિનીંગ મશીનની ખરીદી
  • રૂા. 4 કરોડના ખર્ચે એમ્બ્યુલન્સની ખરીદી
  • સૌરાષ્ટ્રનું સૌપ્રથમ આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્કેટ્રીંગ ટ્રેક, 6 બેડન્ટિન અને 6 ટેબલટેનીસ કોર્ટ
  • બજેટ ઈમ્પલીમેન્ટેશન યુનિટની રચના
  • નાગરિકો દ્વારા આવતી ફરિયાદો માટે સ્વતંત્ર ઓડીટ સેલ
  • એશીયન લાયન સફારી પાર્ક
  • પ્રાણી સંગ્રાહલયમાં એોનલાઈન ટીકીટ બુકીંગ
  • એક પેડ મા કે નામ 735516 વૃક્ષોનું વાવેતર
  • રામવન પાસે બોટનીકલ ગાર્ડન
  • બગીચાઓમાં ફીટનેશના સાધનો
  • ઈ બસ માટે ડેપો અને ચાર્જીંગ સ્ટેશન
  • હીરાસર એરપોર્ટ સુધી સીટી બસ સુવિધા
  • શહેરના પ્રવેશદ્વારો પર આકર્ષક એન્ટ્રીગેટ
  • આંતરીક રસ્તાઓ પર થર્મોપ્લાસ્ટ અને રોડ માર્કીંગ
  • નવી પે-એન્ડ પાર્ક સુવિધાઓ
  • સાત સર્કલ પીપીપી ધોરણે ડેવલોપ
  • આવાસ માટે વોર્ડ વાઈઝ સર્વે

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *