Site icon Gujarat Mirror

ગયા બજેટમાં રૂા. 2334 કરોડની આવકના અંદાજ સામે રૂા. 435 કરોડ ઓછા આવતા ખર્ચમાં રૂા. 915 કરોડનું ગાબડું

 

મનપાનું બજેટ કે આંકડાની માયાજાળ ?

ગયા વર્ષે રૂા.2472.44 કરોડના એસ્ટિમેટ સામે માંડ રૂા. 1567.76 કરોડનું ખરેખર બજેટ વપરાયું

આજે રાજકોટ મહાનગર પાલિકાનું વર્ષ 2024-25 માટેનુ અંદાજપત્ર રજુ થયું હતુ. સાથે જ વર્ષ 2023-24 માટે થયેલ ખર્ચ-આવકના આંકડા પણ રજૂ કરાયા હતા. આ બંને આંકડા પરથી સ્પષ્ટ વિગતો સામે આવી છે કે, અંદાજપત્રમાં માત્ર આંકડાની માયાજાળ ઉભી કરવામાં આવે છે અને વાસ્તવિકમાં ખર્ચ અને અંદાજ વચ્ચે કયાંય મેળ બેસતો નથી. વર્ષ 2023-24ના સુધારેલ અંદાજમાં રૂા. 2334 કરોડના મુડી આવકના અંદાજ સામે રૂા.435.2 કરોડની આવક ઘટી હતી. રૂા.1899.96 કરોડ આવતા ખર્ચ પણ ઘટી ગયો હતો.

વર્ષ 2023-24 મા બજેેટના એસ્ટીમેટ અને ખરેખર સરવૈયામા મુખ્યત્વે મુડી આવક એટલે કે સરકારમાંથી આવક ગ્રાંટ અને જમીન-શોપીંગ સેન્ટના વેચાણથી થતી આવક હોય છે. વર્ષ 2023-24 ના બજેટમા જમીન વેચાણ પેટે 400 કરોડ અને શોપીંગ સેન્ટર વેચાણ પેટે 16.36 કરોડની મુડી આવક થશે તેવો અંદાજ મુકાયો હતો પરંતુ આ જમીનના વેચાણ કોર્ટ કેસ કે અન્ય કારણોને લીધે અટકી ગયા છે. પરીણામે કોર્પોરેશનને મુડી આવકમા મોટુ ગાબડું પડી ગયુ હતુ. વર્ષ 2023-24 ના રજુ કરેલા અંદાજમા મ્યુનિસિપલ કમિશનરે 1292.15 કરોડની મુડી આવક બતાવી હતી. પરંતુ આજે રજુ થયેલા આંકડા પ્રમાણે મુડી આવક ફકત 946.40 કરોડની આવી હતી. જેને પરીણામે ખર્ચમા પણ બજેટના અંદાજ કરતા ઘણો બધો કાપ મુકવો પડયો હતો. મહેસુલી ખર્ચમા કરકસરતા દાખવતા 871.95 કરોડના અંદાજ સામે 798.83 કરોડનો ખર્ચ થયો હતો. જયારે 1488.33 કરોડના મુડી ખર્ચ સામે ફકત 646.41 કરોડનો મુડી ખર્ચ જ થઇ શકયો હતો અને રૂા. 501.70 કરોડની સિલક બેલેન્સ સીટમા દર્શાવાઇ છે.

 

 

 

Exit mobile version