સુરતમાં પોલીસકર્મીને ટોળાએ પત્નીની નજર સામે પટકી-પટકીને માર માર્યો

શહેરમાં સામાન્ય બાબતે ઉગ્ર વિવાદો અને મારામારીની ઘટનાઓ વચ્ચે ગોડાદરા વિસ્તારમાં પોલીસકર્મી પર હુમલાની ઘટના સામે આવી છે. બાઇક અથડાવા જેવી સામાન્ય બાબતે શરૂૂ થયેલો…

શહેરમાં સામાન્ય બાબતે ઉગ્ર વિવાદો અને મારામારીની ઘટનાઓ વચ્ચે ગોડાદરા વિસ્તારમાં પોલીસકર્મી પર હુમલાની ઘટના સામે આવી છે. બાઇક અથડાવા જેવી સામાન્ય બાબતે શરૂૂ થયેલો વિવાદ એટલો ઉગ્ર બન્યો કે 15થી 20 જેટલા શખ્સોના ટોળાએ રાંદેર પોલીસમાં ફરજ બજાવતા પોલીસકર્મી પર હુમલો કર્યો હોવાનો આક્ષેપ છે. હુમલાખોરોએ પોલીસકર્મીને તેમની પત્નીની નજર સામે જ રસ્તા પર પછાડી-પછાડીને માર માર્યો હોવાની વિગતો સામે આવી છે. પોલીસકર્મી હોવાની ઓળખ હોવા છતાં હુમલાખોરોએ માર મારવાનું ચાલુ રાખ્યું હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.

પ્રાથમિક વિગતો મુજબ, ગોડાદરા વિસ્તારમાં બાઇક અથડાવા જેવી સામાન્ય બાબતને લઈને વિવાદની શરૂૂઆત થઈ હતી. શરૂૂઆતમાં સામાન્ય લાગતો આ વિવાદ ધીમે ધીમે ઉગ્ર બન્યો હતો. ત્યારબાદ 15થી 20 જેટલા શખ્સોનું ટોળું એકત્ર થયું હોવાનો આક્ષેપ છે.

સૌથી ગંભીર બાબત એ છે કે પોલીસકર્મીને તેમની પત્નીની નજર સામે જ રસ્તા પર પછાડીને માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે. ટોળાએ પોલીસકર્મીને ઘેરી લઈને બેફામ માર માર્યો હોવાની વિગતો સામે આવી છે. ઘટનાને પગલે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

આક્ષેપ મુજબ, હુમલા દરમિયાન પોલીસકર્મીએ પોતાની ઓળખ આપી હોવા છતાં હુમલાખોરોએ માર માર્યો હતો. જોકે, હુમલા પાછળનું ચોક્કસ કારણ, વિવાદ દરમિયાન શું બોલાચાલી થઈ હતી અને હુમલામાં કોની કેટલી ભૂમિકા હતી, તે તપાસનો વિષય છે. અંતે મોડી રાત્રે રાંદેર પોલીસના જમાદાર આઝાદસિંહે આ મામલે ફરિયાદ નોંધાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *