રૈયાધારમાં દારૂડિયાએ ઘર પાસે રમતા પાંચ વર્ષના માસૂમને ઉપાડીને પથ્થરમાં પછાડયો

શહેરમાં રૈયાધાર વિસ્તારમાં રહેતા પરિવારનો પાંચ વર્ષનો માસુમ બાળક ઘર પાસે રમતો હતો ત્યારે એક શખ્સે દારૂના નશામાં બાળકને ઉપાડીને પથ્થર સાથે પછાડયો હતો. માસુમ…

શહેરમાં રૈયાધાર વિસ્તારમાં રહેતા પરિવારનો પાંચ વર્ષનો માસુમ બાળક ઘર પાસે રમતો હતો ત્યારે એક શખ્સે દારૂના નશામાં બાળકને ઉપાડીને પથ્થર સાથે પછાડયો હતો. માસુમ બાળકને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, શહેરમાં રૈયાધાર વિસ્તારમાં રહેતાં પરિવારનો યુવરાજ રાજુભાઈ મકવાણા નામનો સાડા પાંચ વર્ષનો માસુમ બાળક સાંજના પાંચેક વાગ્યાના અરસામાં પોતાના ઘર પાસે રમતો હતો ત્યારે નિલેશ કોળી નામના શખ્સે માસુમ બાળક સાથે ઝઘડો કરી બાળકને ઉપાડી પથ્થર ઉપર પછાડયો હતો. માસુમ બાળકને ઈજા પહોંચતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરતાં યુનિવર્સિટી પોલીસનો સ્ટાફ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. પ્રાથમિક પુછપરછમાં ઈજાગ્રસ્ત યુવરાજ મકવાણાના પિતા રાજુભાઈ શાકભાજી વેંચી પરિવારનું ગુજરાન ચલાવે છે અને ઈજાગ્રસ્ત બાળક બે ભાઈ બે બહેનમાં નાનો છે.

યુવરાજ મકવાણા સાંજના સમયે પોતાના ઘર પાસે રમતો હતો ત્યારે નિલેશ મકવાણાએ દારૂના નશામાં બાળક સાથે ઝઘડો કરી યુવરાજ મકવાણાને ઉંચકી પથ્થર પર પડતો કર્યો હતો. જેથી ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે યુનિવર્સિટી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *