હળવદના નવા માલણિયાદ ગામે પતિએ દાંતરડાના ઘા ઝીંકી પત્નીને રહેસી નાખી

  હળવદના નવા માલણીયાદ ગામની સીમમાં વાડીએ રહીને મજૂરી કામ કરતા આધેડને તેની પત્ની સાથે કોઈ કારણોસર બોલાચાલી થઈ હતી ત્યારે આવેશમાં આવીને આધેડે તેની…

 

હળવદના નવા માલણીયાદ ગામની સીમમાં વાડીએ રહીને મજૂરી કામ કરતા આધેડને તેની પત્ની સાથે કોઈ કારણોસર બોલાચાલી થઈ હતી ત્યારે આવેશમાં આવીને આધેડે તેની પત્નીને છાતીના ભાગે દાતરડાનો ઘા ઝીકિ દીધો હતો જેથી મહિલાનું મોત નીપજ્યું હતું અને મહિલાની હત્યા કર્યા બાદ આધેડ આખી રાત તેની લાશ પાસે જ બેઠા હતા અને બીજા દિવસે સવારે અન્ય શ્રમિકો ત્યાં કામે આવ્યા ત્યારે હત્યાનો બનાવ સામે આવ્યો હતો અને મૃતક મહિલાના મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને આ બનાવની હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે મૃતક મહિલાના પરિવારજનની ફરિયાદ લઈને હત્યાના ગુનો દાખલ કરવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.

હળવદના નવા માલણીયાદ ગામની સીમમાં મગનભાઈની વાડીએ રહીને મજૂરી કામ કરતાં મૂળ છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના રહેવાસી વરસીભાઈ નાયકા તેઓના પત્ની માસુડીબેન તથા દીકરા અને દીકરાની વહુ સાથે રહેતા હતા દરમિયાન કોઈ કારણોસર વરસીભાઈને તેઓના પત્ની સાથે બોલાચાલી થઈ હતી અને ત્યારે વરસીભાઈએ તેની પત્નીને છાતીને ભાગે દાતરડાનો ઘા મારી દીધો હતો જેથી માસુડીબેન (55) નું મોત નીપજ્યું હતું અને બનાવ હત્યામાં પલટાયો હતો.

ત્યારબાદ મૃતક મહિલાના મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે આધેડે તેની પત્નીને છાતીના ભાગે દાતરડું મારીને રાત્રિના સમયે હત્યા કરી નાખી હતી ત્યારબાદ ત્યાંથી ભાગી જવાના બદલે આખી રાત તે પોતાની પત્નીની લાશ પાસે બેઠા રહ્યા હતા અને બીજા દિવસે સવારે વાડીએ અન્ય શ્રમિક આવ્યા ત્યારે મહિલાની હત્યા થઈ હોવાની માહિતી સામે આવી હતી. હાલમાં પોલીસે હત્યાના બનાવ સંદર્ભે મૃતક મહિલાના પરિવારજનની ફરિયાદ લેવા માટેની તજવીજ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *