મોરબીમાં 65000નું 50000 વ્યાજ વસૂલી આધેડને વ્યાજખોરની ધમકી

મોરબીમાં વ્યાજખોરી અને ધમકીઓનો એક વધુ બનાવ સામે આવ્યો છે. જેમાં મોરબી લિલાપરમા રહેતા આધેડે 65 હજાર રૂૂપિયાનુ ઉછીના રૂૂપિયા લઈ 50 હજાર વ્યાજ ચુકવ્યા…

મોરબીમાં વ્યાજખોરી અને ધમકીઓનો એક વધુ બનાવ સામે આવ્યો છે. જેમાં મોરબી લિલાપરમા રહેતા આધેડે 65 હજાર રૂૂપિયાનુ ઉછીના રૂૂપિયા લઈ 50 હજાર વ્યાજ ચુકવ્યા હતા બે શખ્સોએ આધેડને મુદલ રકમ ભરવા ધમકીઓ આપી હોય જેથી આ મામલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બે વ્યક્તિઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ મોરબીના લીલાપર પ્રકાશનગર સોસાયટીમાં રહેતા હરેશભાઈ માવજીભાઈ જાદવે (ઉ.વ.46) એ આરોપી મહેશભાઈ ધનજીભાઈ જાદવ અને ઘનજીભાઈ દેવજીભાઈ જાદવ રહે બંને સો ઓરડી વિસ્તાર મોરબીવાળા વિરુદ્ધ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીએ આરોપીઓ પાસેથી સને-2022ના ફેબ્રુઆરી તથા સને-2023ના માર્ચ મહીનામાં રૂૂપીયા 65,000/-, 5 % લેખે વ્યાજે લીધેલ હોય જેનું ફરીયાદીએ રૂૂ/-50,000/- વ્યાજ ચુકવેલ હોય તેમ છતા આરોપીઓએ ફરીયાદીને અવાર નવાર રૂૂબરૂૂ તથા ફોન ઉપર વ્યાજ તથા મુદ્દલ રકમ ભરવા ધમકીઓ આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ બી.એન.એસ. કલમ 351(2), 351(4), 54 તેમજ ગુજરાત નાણા ઘીરધાર કરનારા બાબત અધિનિયમની કલમ 40 અને 42 મુજબ ગુનો નોંધ્યો છે. હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *