માધાપરમાં પરિવારે પ્રેમ લગ્નનો ઈન્કાર કરતાં યુવતીએ પોતાની જાતે છરી હુલાવી દીધી

શહેરમાં માધાપર વિસ્તારમાં રહેતી યુવતીને ભગવતીપરાના વિધર્મી યુવાન સાથે ઈન્સ્ટાગ્રામ મારફતે પ્રેમ થયો હતો. વિધર્મી યુવાન સાથે લગ્ન કરવાની યુવતીએ પ્રસ્તાવ મુકતા પરિવારે પ્રેમ લગ્નનો…

શહેરમાં માધાપર વિસ્તારમાં રહેતી યુવતીને ભગવતીપરાના વિધર્મી યુવાન સાથે ઈન્સ્ટાગ્રામ મારફતે પ્રેમ થયો હતો. વિધર્મી યુવાન સાથે લગ્ન કરવાની યુવતીએ પ્રસ્તાવ મુકતા પરિવારે પ્રેમ લગ્નનો ઈન્કાર કર્યો હતો. જેથી યુવતીને લાગી આવતાં પોતાની જાતે પેટમાં છરી હુલાવી દીધી હતી. યુવતીને ઈજા પહોંચતાં સારવાર માટે ખસેડવામાં આવી હતી.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, શહેરમાં માધાપર વિસ્તારમાં રહેતી આશરે 24 વર્ષની યુવતી રાત્રીના દોઢેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતી ત્યારે પોતાની જાતે પેટમાં છરી હુલાવી દીધી હતી. યુવતીને ગંભીર ઈજા પહોંચતાં તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરતાં યુનિવર્સિટી પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.

પ્રાથમિક પુછપરછમાં આપઘાતનો પ્રયાસ કરનાર યુવતી બે ભાઈ એક બહેનમાં મોટી છે. યુવતીને છેલ્લા સાતેક માસથી ભગવતીપરા વિસ્તારમાં રહેતાં અને ડ્રાઈવીંગ કામ કરતાં મુસ્તાક પઠાણ સાથે ઈન્સ્ટાગ્રામ મારફતે પ્રેમ થયો હતો. જે પ્રેમ લગ્ન કરવા યુવતીએ પરિવાર સમક્ષ પ્રસ્તાવ મુકયો હતો. પરંતુ પરિવાર દ્વારા પ્રેમ લગ્નનો ઈન્કાર કરવામાં આવતાં યુવતીએ પોતાની જાતે પેટમાં છરી હુલાવી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે યુનિવર્સિટી પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *