શહેરના સાગર ચોક આવાસ કવાર્ટરમાં રહેતી પરિણીતાને સમાધાન માટે ગામડે લઇ જઇ પતિ સહીતના સાસરીયાઓએ લાકડી વડે માર મારતા ઇજાગ્રસ્ત પરિણીતા સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં દાખલ થઇ હતી.
જાણવા મળતી વિગત મુજબ સાગર ચોક આવાસ કવાર્ટરમાં રહેતી કાજલ દિનેશભાઇ મકવાણા (ઉ.વ.30) નામની પરિણીતાને ગત તા.4ના સાંજે તેનો પતિ હિરેન રવજી બાઇકમાં બેસાડી તેના ગામડે બગસરાના ઝીંજરીયા ગામે લઇ ગયો હતો. જયાં પતિ દિનેશ, જેઠ અરવિંદ, સસરા રવજીભાઇ અને સાસુ ગૌરીબેને લાકડી- પાઇપ વડે માર મારતા તેને હાથના ભાગે તથા ગળાના ભાગે ઇજા થતા તેણી સિવિલ હોસ્પિટલમાં દાખલ થઇ હતી. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી બગસરા પોલીસને જાણ કરી હતી.
પ્રાથમિક તપાસમાં તેનો પતિ હિરાઘસુ છે. ચાર મહીના પહેલા સાસુ ગૌરીબેને પોલીસમાં કાજલબેન વિરૂધ્ધ માર માર્યાની ખોટી અરજી કરી હતી. જેમાં સમાધાન કરવાનું કહી ગામડે લઇ જઇ માર મારવામાં આવ્યો હતો. આ અંગે પલીસે વધુ તપાસ હાથ ધરી છે.
