શનિવારથી રેસકોર્ષમાં માનવ ઉત્કર્ષ મહોત્સવ

BAPSના આંતરરાષ્ટ્રીય વકતા અને મોટીવેશન સ્પીકર સંત અપુર્વમુનિ સ્વામી રસાળ અને ચોટદાર શૈલીમાં પ્રત્યેક માનવને ઉત્કર્ષની અનુભૂતિ કરાવશે પોથીયાત્રા બાદ છ દિવસ સુધી શાંતિયજ્ઞ, મહિલા…

BAPSના આંતરરાષ્ટ્રીય વકતા અને મોટીવેશન સ્પીકર સંત અપુર્વમુનિ સ્વામી રસાળ અને ચોટદાર શૈલીમાં પ્રત્યેક માનવને ઉત્કર્ષની અનુભૂતિ કરાવશે

પોથીયાત્રા બાદ છ દિવસ સુધી શાંતિયજ્ઞ, મહિલા સંમેલન સહિતના ધાર્મિક અનુષ્ઠાનો યોજાશે: BAPS દ્વારા વિરાટ આયોજન

BAPS સ્વામિનારાયણ મંદિર, રાજકોટ દ્વારા પ્રગટ બ્રહ્મસ્વરૂૂપ મહંતસ્વામી મહારાજના આશીર્વાદથી ’માનવ ઉત્કર્ષ મહોત્સવ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવ આગામી તારીખ 11 એપ્રિલ, શનિવાર થી 17 એપ્રિલ, શુક્રવાર દરમિયાન દરરોજ રાત્રે 8:30 કલાકે રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે યોજાશે.

આ મહોત્સવમાં ઇઅઙજ ના આંતરરાષ્ટ્રીય વક્તા અને મોટીવેશનલ સ્પીકર સંત, અપૂર્વમુનિ સ્વામી તેમની રસાળ અને ચોટદાર શૈલીમાં દરરોજ વિવિધ વિષયો પર પારાયણ દ્વારા પ્રત્યેક માનવને ઉત્કર્ષની અનુભૂતિ કરાવશે. આ 7 દિવસીય કથા-પારાયણમાં નીચે મુજબના વિષયો પર માર્ગદર્શન આપવામાં આવશે.

‘ગુજરાત મિરર’ની મુલાકાતે આવેલા સચોટ વકતા પુ.અપુર્વમુનિ સ્વામીએ ગુજરાત મિરરના તંત્રી સંજય પટેલ સાથે આ મહોત્સવ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી અને જણાવ્યું હતું કે, રાજકોટમાં પ્રથમ વખત યોજાઇ રહેલ આ મહોત્સવ કોઇ એક સંપ્રદાય કે એક વર્ગ માટે નથી પરંતુ તમામ સંપ્રદાય અને તમામ સમાજ માટે છે. માટે તમામ વર્ગ સમાજ સંપ્રદાયના લોકો લાભ લ્યે તેવી અપીલ છે.

મહોત્સવ દરમિયાન અન્ય કેટલાક વિશેષ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. કથાની પોથીયાત્રા: મહોત્સવની શરૂૂઆત પૂર્વે 10 એપ્રિલ, શુક્રવારના રોજ સાંજે 4:30 થી 6:30 કલાકે રેસકોર્સ મેદાન ખાતે કથાની ભવ્ય પોથીયાત્રા યોજાશે.

પારિવારિક શાંતિ યજ્ઞ: પરિવારની શારીરિક, આર્થિક અને માનસિક સમસ્યાઓ દૂર થાય તે માટે દરરોજ સાંજે 5:30 થી 7:30 દરમિયાન વૈદિક મંત્રો અને વિધિ-વિધાનો સાથે પારિવારિક યજ્ઞ યોજાશે.
વિરાટ મહિલા સંમેલન: 17 એપ્રિલ, શુક્રવારના રોજ સાંજે 6:00 થી 9:00 કલાકે મહિલાઓ માટે વિશેષ ’લક્ષ્મણ રેખા’ સંમેલન યોજાશે, જેમાં પ્રવચન, સંવાદ અને નૃત્ય દ્વારા આધુનિક યુગની લક્ષ્મણ રેખાનું રહસ્ય સમજાવવામાં આવશે.

આ મહોત્સવમાં ઈશ્વરચરણ સ્વામી, આનંદસ્વરૂૂપ સ્વામી, નારાયણમુનિ સ્વામી, અક્ષરચરણ સ્વામી, જ્ઞાનેશ્વર સ્વામી અને યજ્ઞપ્રિય સ્વામી જેવા ઇઅઙજ સંસ્થાના વરિષ્ઠ સંતોના દર્શન અને આશીર્વાદનો અમૂલ્ય લાભ પણ પ્રાપ્ત થશે.

માનવ માત્રની સમસ્યાઓનું સમાધાન આપતા આ મહોત્સવમાં પારાયણ, પ્રેરક પ્રદર્શન અને પવિત્ર પ્રસાદનો લાભ લેવા માટે સમગ્ર સંત-ભક્ત મંડળ વતી સાધુ બ્રહ્મતીર્થદાસ (કોઠારી સ્વામી) દ્વારા રાજકોટના તમામ ભાવિક ભક્તજનોને સહપરિવાર પધારવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

વૈશ્ર્વિક અશાંતિમાંથી બહાર લાવવા ભાવિકોને માર્ગદર્શન
આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાત મોટિવેશન સ્પીકર સંત અપૂર્વસ્વામી માનવ ઉત્કર્ષના વિવિધ વિષયો પર પ્રકાશ પાડશે. આ કાર્યક્રમમાં ખાસ કરીને માનસિક યુધ્ધ (માન-લોભ), પારિવારીક યુધ્ધ (અણસમજ) અને શારીરિક યુધ્ધ (વ્યસન કુટેવ) અને વૈશ્ર્વિક યુધ્ધ જેવી સમસ્યાઓમાંથી બહાર આવવાનાં મંત્રો આપવામાં આવશે. ત્યારે રાજકોટના આંગણે પ્રથમ વખત યોજાઇ રહેલ આ માનવ ઉત્કર્ષ મહોત્સવનો વધુને વધુ લોકો લાભ લ્યે તેવી ‘ગુજરાત મિરર’ અપીલ કરે છે.

માનવ ઉત્કર્ષના પરોપકારી કાર્યમાં સેવાનો લ્હાવો
પ્રત્યેક પરિવારમાં અનુભવાતી શારીરિક, આર્થિક, પારિવારિક, માનસિક અને આધ્યાત્મિક સમસ્યાઓ દૂર થાય તે માટે વિદ્વાન પંડીતો અને સત્સંગ દીક્ષા મુખપાઠ કરી ગીનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામનારા બાળ-બાલિકાઓ દ્વારા દરરોજ વૈદિક મંત્રો અને વિધિ-વિધાનો સાથે પારિવારિક શાંતિ યજ્ઞ સંપન્ન થશે. આ સાથે રક્તદાન, અંગદાન, નિ:શુલ્ક નિદાન, વ્યસનમુક્તિ, સોશિયલ મીડિયા સાવધાની, પ્રકૃતિ સંવર્ધન જેવા વિવિધ સેવાકીય યજ્ઞ મહોત્સવ દરમિયાન યોજાશે. નીચે જણાવેલ સેવા કરીને આપ આ પારિવારિક શાંતિ યજ્ઞનો લાભ પ્રાપ્ત કરી શકશો.

વિવિધ વિષયો પર દરરોજ અપૂર્વમુનિ સ્વામિનું માર્ગદર્શન
11 એપ્રિલ: સંકલ્પો સાકાર કરવાના સૂત્રો
12 એપ્રિલ: સબ દર્દો કી એક દવા
13 એપ્રિલ: આર્ય સંતાનો સાવધાન
14 એપ્રિલ: સત્ય સનાતન દેશ હૈ મેરા
15 એપ્રિલ: પરમાત્મા છે તો પ્રશ્નો કેમ?
16 એપ્રિલ: મોજમાં રહે તે માનવ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *