જસદણના કનેસરામાં પત્નીએ દારૂ પીવાની ના પાડતા પતિએ માથામાં કોસ ઝીંકી દીધી

જસદણના કનેસરા ગામે રહેતાં પ્રૌઢાએ પતિને દારૂ પીવાની ના પાડતાં પતિએ પત્ની સાથે ઝઘડો કરી માથામાં કોસ ઝીંકી દીધી હતી. ગંભીર રીતે ઘવાયેલા પ્રૌઢાને તાત્કાલીક…

જસદણના કનેસરા ગામે રહેતાં પ્રૌઢાએ પતિને દારૂ પીવાની ના પાડતાં પતિએ પત્ની સાથે ઝઘડો કરી માથામાં કોસ ઝીંકી દીધી હતી. ગંભીર રીતે ઘવાયેલા પ્રૌઢાને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, જસદણના કનેસરા ગામે રહેતાં કૈલાસબેન જેરામભાઈ બાવળીયા નામના 53 વર્ષના પ્રૌઢા પોતાના ઘરે હતા ત્યારે પતિ જેરામભાઈ બાવળીયાએ ઝઘડો કરી માથામાં કોસ ઝીંકી દીધી હતી. પ્રૌઢાને ઈજા પહોંચતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. પ્રાથમિક તપાસમાં જેરામભાઈ દારૂ પીવાની કુટેવ ધરાવે છે. જેથી કૈલાસબેને દારૂ પીવાની ના પાડતાં જેરામભાઈએ ઝઘડો કરી માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત બીજા બનાવમાં પોરબંદરમાં રહેતો માનવ જયદેવભાઈ નામનો 20 વર્ષનો યુવાન પોતાનું બાઈક લઈ નવા ગામથી પોરબંદર પોતાના ઘરે આવતો હતો ત્યારે રસ્તામાં અચાનક ગાય આડી ઉતરતાં બાઈક સ્લીપ થયું હતું. જે બાઈક અકસ્માતમાં ઘવાયેલા યુવકને સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *